આજના સમયમાં લગભગ જ કોઈ એવો વ્યક્તિ હશે જેના જીવનમાં કોઈ સંકટ નથી. પરેશાનીઓ દરેકના જીવનમાં હોય જ છે. બસ ફરક એટલો હોય છે કે આ સમય સમય પર આવતી જતી રહે છે. અમુક ની સમસ્યા નાની હોય છે તો અમુક લોકો નો સમસ્યા ખૂબ જ મોટી હોય છે.
એવામાં જો તમે કોઈ ખાસ સમસ્યા થી પરેશાન હોય અને એનું કોઈ નિવારણ નથી મળી રહ્યું તો અમે જે ઉપાય જણાવીએ તે જરૂર કરવા જોઈએ. આજે અમે તમને ૮ એવા હનુમાન મંત્ર બતાવવા જઈ રહ્યા છે, જેનો એક ખાસ વિધિ વિધાન થી જાપ કરવાથી તમારી દરેક સમસ્યાનો સમાપ્ત થઈ જશે.
શું કરવું પડશે? આ ઉપાય દ્વારા તમારે મંગળવાર ના દિવસે પીપળાના વૃક્ષ ની નીચે અમુક ખાસ મંત્રોને અમે જણાવેલી વિધિ અનુસાર જાપ કરવાનો રહેશે. એના માટે તમારે મંગળવાર ના દિવસે સવારે જલ્દી સ્નાન કરી લેવું. પછી લાલ, પીળા અથવા નારંગી રંગના વસ્ત્ર ધારણ કરી લેવા.
એ પછી હનુમનાજી ની એક નાની મૂર્તિ અથવા ફોટો તમારી સાથે પીપળાના ઝાડ પાસે લઈ જવી. અહી એક લાલ કપડું પાથરીને હનુમાનજી ને બિરાજીત કરવા. હવે એની સામે સરસવ નું તેલનો એક દીવો કરવો. સાથે જ ૪ અગરબત્તી પણ કરવી.
હવે એક પીપળાનું પાન લેવું એને એની ઉપર કેસરી રંગના સિંદૂર થી તમારી સમસ્યા લખવી. એ પછી આ પાન ને હનુમાનજી ના ચરણોમાં રાખી દેવું. એ પછી મંત્ર નો જાપ ૩ વાર કરવો. આ કુલ આઠ મંત્ર છે એટલે કે a મંત્ર ને ૨૪ વાર મળીને જપવાના છે. આ મંત્ર-
- पहला मंत्र- ॐ तेजसे नम:
- दूसरा मंत्र- ॐ प्रसन्नात्मने नम:
- तीसरा मंत्र- ॐ शूराय नम:
- चौथा मंत्र- ॐ शान्ताय नम:
- पांचवां मंत्र- ॐ मारुतात्मजाय नमः
- छठा मंत्र- ऊं हं हनुमते नम:
- सात्व मंत्र- ॐ मारकाय नमः
- आंठवा मंत्र- ॐ पिंगाक्षाय नमः
મંત્રો નો જાપ સમાપ્ત થઈ જાય પછી હનુમાનજીની આરતી કરવી. હવે એની સામે માથું ટેકીને ભૂલની માફી માંગવાની વિનંતી કરવી. પછી જે પીપળાના પાં પર તમે તમારી સમસ્યા લખી હતી તેને વૃક્ષની નીચે જમીનમાં દાટી દેવું. હવે હનુમાનજી અને અન્ય પૂજા સામગ્રી તમારી સાથે લઈને ઘરે ચાલ્યા જવું.
ઘર જઈને પછી હનુમાનજી ની સાંજે પણ પૂજા કરવી. આ દિવસે હનુમાન ચાલીસા વાંચવાનું ન ભૂલવું. આ સવારે પણ વાંચી શકાય છે અથવા તો પછી સાંજે ઘરે આવીને પછી પણ હનુમાન ચાલીસા નો પાઠ કરી શકાય છે. સાથે જ હનુમાનજી ના નામનું વ્રત પણ જરૂર કરવું. એક વાત નું ધ્યાન રાખવું કે જ્યારે વ્રત રાખ્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારની નશા વાળી વસ્તુ કે નોન્વેજ નું સેવન ન કરવું જોઈએ.
Leave a Reply