ધર્મ

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ મંત્ર ઋગ્વેદમા જોવા મળે છે. આ મંત્ર ઋષિ વસિષ્ઠને અર્પણ કરવામા આવ્યો છે, જે ઉર્વસી અને મિત્રાવરુનનો પુત્ર હતો. એવુ કહેવામા આવે છે કે, એકવાર ઋષિ શ્રીમૃકન્ડુ અને તેમની પત્ની મરુદમતીએ પુત્રની પ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરી હતી. ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રભાવિત થઈને વરદાન માટે બે વિકલ્પ આપ્યા.

તમને જણાવી દઈએ કે, શ્રીમૃકન્ડુએ પહેલો વિકલ્પ પસંદ કર્યો અને તેમને માર્કંડેય નામના એક પુત્રની પ્રાપ્તિ થઇ. જેનુ જીવન ફક્ત ૧૬ વર્ષ હતુ. જ્યારે માર્કન્ડેયનુ જીવન પૂર્ણ થવાને આરે હતુ ત્યારે તેમના માતાપિતા ચિંતા કરવા લાગ્યા. જ્યારે માર્કંડેયને તેના ભાગ્ય વિશે ખ્યાલ પડ્યો ત્યારે તેમણે શિવલિંગની સામે તપશ્ચર્યા કરી. તેમના જીવનકાળના સમયે જ્યારે યમદૂત તેને લેવા માટે આવ્યા ત્યારે તમે પણ આશ્ચર્ય પામશો કે ત્યા શું થયુ? યમદૂત તેને વહન કરવાને બદલે આ કઠોરતામાં જોડાયા.

યમે તેને લઈ જવાનુ નક્કી કર્યુ પરંતુ, તે સમયે માર્કન્ડેય શિવલિંગની આસપાસ હાથ વીંટોળી બેસી ગયા અને ભગવાન શિવને તેમનુ રક્ષણ કરવા માટે યાચના કરવા લાગ્યો. યમદેવે તેને આ શિવલિંગ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો અને તેમના આ કૃત્યથી ભગવાન શિવ ગુસ્સે થયા અને શિવલિંગ પરથી પ્રગટ થયા અને યમની હત્યા કરી નાખી.

યમદેવના આ આકસ્મિક મૃત્યુએ બ્રહ્માંડમાં એક ગંભીર અવરોધ પેદા કર્યો અને પછી ભગવાન શિવે તેને એ શરતે પુનર્જીવિત કર્યો કે, આ બાળક કાયમ માટે જીવશે. ત્યાં જ આ મંત્રનો જન્મ થયો હતો અને એટલે જ ભગવાન શિવને કલંતક કહેવામાં આવે છે. આ મંત્રને ઋષિ માર્કંડેનો એકમાત્ર જાણીતો ગુપ્ત મંત્ર માનવામાં આવે છે.

મહામૃત્યુંજય મંત્ર : “ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्, उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्”

આ મંત્રનો અર્થ કઈક એવો થાય છે કે, આપણે આપણી ત્રીજી આંખ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ, જે બે આંખોની પાછળ છે. તે આપણને એક અલગ જ અનુભવની શક્તિ આપે છે. આ મંત્રના મંત્રોચ્ચારણ દ્વારા આપણને જીવનમા આનંદ, સંતોષ અને શાંતિની લાગણી પ્રાપ્ત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે, અમરત્વ પ્રાપ્ત કરવુ એ અશક્ય છે પરંતુ, પ્રભુ શિવ એ પોતાની શક્તિઓથી આપણા મૃત્યુના સમયને થોડા સમય માટે અવશ્યપણે લંબાવી શકે છે.

આ મંત્રના અનેકવિધ ફાયદા છે. આ મંત્ર ખાસ કરીને માંદગી અથવા તો આકસ્મિક મૃત્યુના ભયને દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે. આ મંત્રનો જાપ કરીને તમે શરીરમાં ખોવાયેલી ઊર્જાને પુનર્જીવિત કરી શકો છો. આ સિવાય આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દનો અંત આવે છે અને તમારા જીવનમા ભરપૂર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મંત્ર અત્યંત દિવ્ય છે માટે જ્યારે પણ તમે કોઈ મુશ્કેલીમા હોવ ત્યારે એકવાર આ મંત્રનુ મંત્રોચ્ચારણ અવશ્યપણે કરો.

Ravi

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

કોબીજમાંંથી મળે છે કેલ્શિયમ જે ઘણાંં દર્દોમાં ઉપયોગી થાય છે

નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજના આ લેખમા તમારુ સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે ખુબ જ…

1 year ago