સ્ત્રીઓ પોતાના શરીરની ખૂબ સાચવણી કરતી હોય છે, તેમજ સામુદ્રિક શાસ્ત્રમાં પણ કોમળ કાયા ધરાવતી સ્ત્રીઓનું ખૂબ મહત્ત્વ હોય છે. ભારતીય સમાજમાં તેને દેવીનો દરજ્જો આપીને આદિ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે.પ્રકૃતિએ પણ તેને એટલી સુંદરતાથી ઘટી છે કે તેના વિના સંસારની સરંચના જ અધૂરી છે.
જ્યારે પણ કોઇ વ્યક્તિના ઘરે પુત્રીનો જન્મ થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે. આ સિવાય વિવાહ પછી જ્યારે તે સાસરે જાય છે ત્યારે પણ ત્યાં તેના પહેલાં પગલાંને લક્ષ્મીનું જ આગમન માનવામાં આવે છે.કોઇપણ વ્યક્તિના શરીરના વિભિન્ન અંગને જોઇને તેમજ અંગોની રચના ઉપરથી તે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, તે વિશે જાણ થઇ શકે છે.
દરેક પુત્રી અથવા દરેક સ્ત્રી, પોતાના સાસરિયા અને પોતાના માતા-પિતા માટે લક્કી હોય છે પરંતુ સામુદ્રિક શાસ્ત્રના અંતર્ગત સૌભાગ્યશાળી મહિલાઓની થોડી વિશેષતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું શું છે મહિલાઓની તે ખાસિયતો જે તેને તેના પતિ અને ઘર માટે લક્કી બનાવે છે.
પગના તળિયાઃ- સામુદ્રિક શાસ્ત્ર મુજબ એવી મહિલાઓ જેમના પગના તળિયાની નીચે ત્રિકોણનું નિશાન હોય, એવી મહિલાઓ બુદ્ધિમાન અને સૂઝ-બૂઝ ધરાવનાર હોય છે. તે પોતાની સમજણ અને જ્ઞાનથી પોતાના પરિવાની દરેક સંભવ મદદ કરે છે અને બધા જ લોકોને ખુશહાલ રાખે છે.
મોટી મોટી આંખો :- જે સ્ત્રીઓની આંખો મોટી અને કાંતિયુક્ત હોય, તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
તેમજ જે સ્ત્રીઓની આંખો આકર્ષક હોય તે સ્વભાવે ખુશમીજાજી હોય છે, તેઓ હંમેશાં ખુશ રહેવાનું પસંદ કરે છે, અને પોતાના પતિને પણ ખુશ રાખવાના પ્રયત્નો કરતાં રહે છે.
નાભિઃ- જો કોઇ મહિલાની નાભિની આસપાસ અથવા ઠીક નીચે મસા અથવા તલનું નિશાન છે તો તે પોતાના પરિવાર માટે ખૂબ જ લક્કી સાબિત થાય છે. આ તેના સુખી અને સંપન્ન જીવનનો પણ સંકેત છે.
પગનો અંગૂઠોઃ- જે મહિલાના પગનો અંગૂઠો વધારે લાંબો હોય છે તે પોતાના જીવનમાં સતત પરેશાનીઓ ઉઠાવે છે, પરંતુ જે મહિલાનો અંગૂઠો પહોળો, ગોળ અને લાલિમાભર્યો હોય છે તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
લાંબા હાથ :- કહેવાય છે કે, જે મહિલાઓના હાથ લાંબા હોય છે તે સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. મહિલાઓના લાંબા અને મુલાયમ પગ શુભ માનવામાં આવે છે. મોટું માથું પણ મહિલાઓ માટે ભાગ્યશાળી કહેવાય છે.
નાકની પાસે મસોઃ- મહિલાની નાકના આગળના ભાગ પર તલ અથવા મસો હોવું સ્વંય તે જણાવે છે કે કિસ્મત તેના ઉપર કેટલી મહેરબાન છે.
હરણ જેવી આંખઃ- હરણ જેવી આંખો હોવું પણ કોઈ સ્ત્રી માટે સૌભાગ્ય લાવે છે. આવી સ્ત્રીઓના જીવનમાં પ્રેમ અને સુખ બની રહે છે. આવી સ્ત્રીઓ લગ્ન પછી ખૂબ જ સુખી રહે છે. આ સિવાય જે સ્ત્રીઓની આંખોના સફેદ ભાગમાં ચેડા પર લાલ રંગ દેખાય છે એ પણ પોતાના પરિવાર માટે ભાગ્યશાળી હોય છે.
ઉંડી નાભિઃ- આવી સ્ત્રીઓ જેમની નાભિ ઉંડી હોય છે પરંતુ અંદરની તરફ ઉઠેલી ન હોય, તો તે પોતાના જીવનમાં માત્ર અને માત્ર સુખ જ ભોગવે છે.
ડાબા ગાલ પર તલ – જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે એ સ્ત્રી ખાવાની ખૂબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારના વ્યંજનનો આનંદ ઉઠાવે છે. એને સારું ભોજન બનાવતા પણ આવડતું હોય છે જેને કારણે તેનો પરિવાર તેનાથી ખુશ રહે છે.
Leave a Reply