વાળ સંબંધી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઘરેલુ ઉપાય

વાળ સંબંધી કોઈ પણ સમસ્યા હોય જેવી કે વાળનું ખરવું, શુષ્ક વાળ, વાળમાં ખોળો થવો વગેરે માટે એલોવેરા ઉપયોગી છે. આજે ઘણી બધી આયુર્વેદિક અને કોસ્મેટિક કંપનીઓ પોતાનું એલોવેરા જેલ બજારમાં મૂકે છે. એલોવેરા સ્કિન, વાળ અને હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે. 

એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં રહેલાં પોષકતત્ત્વો વાળને ખરતા રોકે છે અને તેના ગ્રોથમાં વધારો કરે છે.એલોવેરામાં હાજર એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ ગુણ માથામાં ખોળો દૂર કરવાનું કામ પણ કરે છે.

વાળ માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે એલોવેરા, જેના ઉપયોગથી વાળ સંબંધિત બધી જ સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે.  એલોવેરાની કડવી જેલમાં અનેક ગુણો સમાયેલા છે. આ પારદર્શક જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ રહેલાં છે.આ જેલમાં વિટામિન એ, બી, સી અને ઈ રહેલું છે, જે શરીર, સ્કિન અને વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે.

આ ઉપરાંત તે સ્કેલ્પને ઠંડક આપવાનું પણ કામ કરે છે. તેમાં મોટા પ્રમાણમાં એમિનો એસિડ અને પ્રોટેયોલિટિક એન્ઝાઇમ રહેલું છે, જે વાળનાં મૂળિયાંને મજબૂત બનાવીને વાળને વધારે છે. આ સાથે એલોવેરામાં રહેલા એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલના ગુણો ખોડો ઓછો કરે છે.

એલોવેરા જેલને તેલ સાથે લગાવવાથી વાળને જરૂરી મોઈશ્ચર મળી રહે છે. આ સાથે તે વાળનો ગ્રોથ વધારવામાં, વાળને મુલાયમ બનાવવામાં તેમજ વાળને ખરતા રોકવામાં પણ ઘણું લાભકારી છે. એલોવેરા જેલની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી વાળની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. એલોવેરા જેલની નીચે મુજબ કેટલીક પેસ્ટ બનાવી તમે વાળમાં લગાવી શકો છો અને વાળને ખરતા રોકી શકો છો.

બે ચમચી એલોવેરા જેલ લઈને તેને સ્કેલ્પ પર હલકા હાથે મસાજ કરો. મસાજ કર્યાં બાદ તેને બે કલાક માટે એમ જ રહેવા દો. બે કલાક પછી શેમ્પૂથી વાળને ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો, વાળ એકદમ સુંવાળા અને ચમકીલા બની જશે અને સમય જતા ખરતા વાળમાં પણ ઘટાડો થશે.

જો તમારા વાળ વધારે ખરતા હોય તો તમે એલોવેરા જેલને ડુંગળીના રસ સાથે મેળવીને પણ તે પેસ્ટ વાળમાં લગાવી શકો છો. તે વાળના ગ્રોથને વધારવા માટે ઉત્તમ ઘરગથ્થુ ઉપચાર છે.અડધો કપ એલોવેરા જેલમાં બે ચમચી લીંબુનો રસ ભેળવી મિશ્રણ તૈયાર કરો.

આ મિશ્રણને વાળમાં લગાવો અને વીસથી પચ્ચીસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ શેમ્પૂથી વાળને ધોઈ લો. વાળ ખરતા ઓછા થઈ જશે અને એકદમ સુંવાળા અને ચમકીલા બનશે.

 

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *