તમાલપત્ર માં એન્ટીઓક્સીડેન્ટ જેવા ઔષધીય ગુણો રહેલા છે જે તમાલપત્ર ઘણા રોગથી બચાવે છે.દરેકના ઘરોમાં તમાલપત્રનો ઉપયોગ મસાલા વગેરેમાં કરાતો હશે પરંતુ તેના ચમત્કારી ફાયદાઓ વિશે આપણને ખબર નહીં હોય. તમાલપત્રનો ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે.
કઇ રીતે તે આપણે જોઇએ.તમાલપત્ર તણાવ દૂર કરવા માટે જાણીતાં છે, તેનો ધુમાડો તણાવને દૂર કરે છે. જો રાત્રે સુતા પહેલાં રૂમમાં તમાલપત્રનો ધુમાડો કરશો તો તણાવ દૂર થશે તેમજ શ્વસન અને ત્વચા સંબંધિત રોગો દૂર થઈ જશે.જો કોઈને પાચનતંત્ર સંબંધી સમસ્યા હોય તો તેનું નિવારણ તમાલ પત્ર થી થઈ શકે છે.
આ સિવાય જો તમે સ્ટ્રેસમાં હોવ અને તમારી બાજુમાં તમાલપત્ર સળગાવો તો તેના ખુશ્બુદાર ધુમાડાથી આજુબાજુની હવા ફ્રેશ થઈ જશે. અને સાથે સાથે તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે.તમાલપત્ર અને સળગાવવાથી કહેવાય છે કે મગજ શાંત રહે છે. મગજની નસોને આરામ મળે છે અને તમાલપત્રનું સેવન કરવાથી ઘણાં ફાયદાઓ મળે છે.
તમાલપત્ર બાળવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે.તમાલપત્ર એક ઔષધિ છે જેનો વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તમાલપત્રનો ઉપયોગ એરોમાથેરાપી માટે થાય છે. આ સાથે તે ત્વચાના રોગો અને શ્વસન સંબંધી સમસ્યાઓનો ઇલાજ કરવા માટે પણ તમાલપત્ર વિખ્યાત છે.
તેના એક કે બે પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધું રહ્યા પછી ઠંડું થતાં તે પાણી પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે, પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાવી જોઇએ.તમાલપત્રના બે કે ત્રણ જેટલાં પાનને અડધો કપ પાણી કે ચામાં ઉકાળીને પીવાથી શરદી તેમજ ખાંસીમાં આરામ મળે છે.
ડાયાબિટીસ રોગમાં તેનાં પાનનો પાઉડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. આ પાઉડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે.પેટમાં ઈફેક્શન હોય તો તમાલપત્રનો શાકભાજીમાં પ્રયોગ કરી શકાય.
કફ માટે તેના બે પાનને વાટીને ચા કે દૂધમાં ઉકાળીને પીવાથી લાભ થશે.મચ્છરોને દૂર ભગાડવાં હોય તો તમાલપત્રને કપૂર મિક્સ લીમડાના તેલનો સ્પ્રે કરવો જોઈએ.તમાલપત્રનો ઉપયોગ વંદાનો ઉપદ્રવ દૂર કરવા માટે પણ થઈ શકે છે. જો તમે વંદાથી પરેશાન છો, તો પછી રૂમ અથવા રસોડામાં તમાલપત્ર બાળી ધુમાડો કરો. તે એક હર્બલ કીટનાશક છે.
Leave a Reply