જો વધારે માત્રામાં ખાવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશરથી લઈને હૃદયરોગ સુધીની અનેક જીવલેણ બિમારીઓને આમંત્રણ આપી શકે છે. શરીરમાં નમકનું પ્રમાણ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે. એટલુ જ નહી. નમક કિડનીથી જોડાયેલ ઘણા પ્રકારના રોગોનું પણ કારણ બની શકે છે.
કેટલીક સ્ટડીઝ પ્રમાણે નમકથી ઈમ્યૂન સિસ્ટમ પણ ખરાબ થાય છે.હકીકતમાં, મીઠું એક કુદરતી તત્વ છે જેમાં સોડિયમ અને ક્લોરિન તત્વો હોય છે. જ્યારે તમે મીઠાનું સેવન કરો છો, ત્યારે તે શરીરના આ જ બે ઘટકોમાં તૂટી જાય છે. જો તમારા શરીરમાં મીઠાની ઉણપ હોય, તો તમને સુસ્તીના લક્ષણ અનુભવી શકો છો.
તમે માંસપેશીઓની નબળાઇ અને માથાનો દુખાવોની સમસ્યાઓથી પણ પરેશાન થઈ શકો છો. જો શરીરમાં મીઠાનો અભાવ હોય તો મગજને નુકસાન થઈ શકે છે.સ્વાદ માટે મીઠું જરૂરી છે, પરંતુનિર્ધારિત મર્યાદા કરતા વધારે મીઠું ખાઓ છો, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.કોઈ પણ વસ્તુનો જરૂરતથી વધારે ઉપયોગ નુકસાનકારક છે.
જો તમે પણ ભોજનમાં નમકનો વધારે વપરાશ કરવાનું પસંદ કરો છો અથવા વધારે નમકીન ભોજન ગ્રહણ કરો છો તો ખાસ ધ્યાન રાખજો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈંડિયા એ ભોજનમાં નમકના પ્રમાણને કંટ્રોલ કરવા માટે કેટલાક શ્રેષ્ઠ ઉપાય જણાવ્યા છે.
- કેટલાક લોકો શાકભાજીઓ સિવાય પણ ભોજનમાં ઘણી વસ્તુઓમાં કારણ વગરનું નમક નાખે છે. ચોખા, ડોસા, રોટી, પૂરી અથવા સલાડને નમક વગર પણ ખાઈ શકાય છે. આ વસ્તુમાં નમક નાખવાથી તેની નેચરલ મીઠાસ ઓછી થઈ જાય છે.
- ભોજનમાં નમકનો વધારે વપરાશ કરવાની જગ્યાએ સીઝનમાં મળનાર બીજા વિકલ્પોની શોધ કરે. તમે નમકની જગ્યાએ લેમન પાવડર, આમચૂર પાવડર, અજવાઈન, કાળા મરી, ઓરેગાનોના પાંદડાનો પણ વપરાશ કરી શકો છો.
- ભોજન બનાવતા સમયે વચ્ચે નમક નાખવાની જગ્યાએ, બિલકુલ અંતમાં નમક નાખો. આ પ્રકારે તમે ભોજન પકાવવાની પ્રક્રિયામાં ઓછા નમકનો ઉપયોગ કરશો.
- ઘણી વખત લોકો લંચ-ડિનરમાં ભોજનની સાથે પાપડ, અચાર, સોસ, ચટની અથવા નમકીન સાથે ભોજન કરવાનું ભૂલતા નહી. આ વસ્તુમાં નમકનું પ્રમાણ હોય છે. આ જીભના સ્વાદને તો વધારી દે છે, પરંતુ બ્લડ પ્રેશર માટે ખતરનાક છે. તેથી તેનો ઓછામાં ઓછું સેવન કરો.
Leave a Reply