શું તમે જાણો છો કે મકાન બનાવતી વખતે પાયામાં શા માટે મુકવામાં આવે છે કળશ..

લગભગ ઘર નું સપનું દરેક મનુષ્ય નું હોય છે, ઘર નાનું હોય કે મોટું, પરંતુ જ્યારે વ્યક્તિ પોતાનું ઘર બનાવે છે એનો ખુશી નો કોઈ પાર હોતો નથી, વ્યક્તિ પોતાના ઘર ના સપના ને પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરે છે, છેલ્લે એનું સપનું પૂરું થાય છે તો એનો મન ખુબ જ પ્રફુલ્લિત થઈ જાય છે.

ઘર નું સુખ પ્રાપ્ત કરવા નો અનુભવ વધારે અલગ હોય છે, આ સુખદ અનુભવ વ્યક્તિ ના જીવન માં એક મોટો બદલાવ લાવી શકે છે, જ્યારે વ્યક્તિ પોતાના જીવન માં દરેક પ્રકાર ના પ્રયત્ન કર્યા પછી પોતાનું ઘર બનાવે છે ત્યારે એ ઘર બનાવતી વખતે ઘણી વસ્તુ નું ખાસ ધ્યાન રાખે છે,

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે એના જીવન માં શુભતા આવે અને એના ઘર પરિવાર હંમેશા ખુશ રહે, પોતાના ઘર ની અંદર એ પોતાનું બાકી રહેલું જીવન સારી રીતે પસાર કરી શકે. ભવન નિર્માણ માં વાસ્તુશાસ્ત્ર નું ઘણું મહત્વ માનવા માં આવ્યું છે,

જો વ્યક્તિ પોતે ઘર વાસ્તુ ના નિયમો નું પાલન કરતા બનાવે છે તેનું જીવન હંમેશા ખુશાલ વ્યતીત થાય છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે કોઈ જગ્યા પર મકાનનું ખાત મુર્હુત કરવામાં આવે ત્યારે મકાનના પાયામાં કળશ મુકવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર માં ભવન નિર્માણ ને લઈ ને ઘણી વસ્તુઓ વિશે જાણકારી આપવા માં આવી છે, જેનું ઘણું મહત્વ માનવા માં આવે છે, આ નિયમો નું પાલન કરવા થી ઘર માં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે છે, જ્યારે મકાન નો પાયો નાખવા માં આવે છે

તેમાં કેટલીક વિશેષ વસ્તુઓ ભરવા માં આવે છે, મકાન ના પાયા પૂજન માં સર્પ અને કલશ ભરવા માં આવે છે, આખરે એનું શું મહત્વ છે? આખરે વસ્તુઓ મકાન ના પાયા માં કેમ ભરવા માં આવે છે, આજે અમે તમને આ રહસ્ય ના વિશે જાણકારી આપીશું.

પૌરાણિક માન્યતા છે કે આખી પૃથ્વી શેષનાગ ના ફણ પર ઉભી છે, પૌરાણિક ગ્રંથો માં ધરતી ની નીચે પાતાળલોક ની કલ્પના કરવા માં આવી છે, જ્યારે ભૂમિ નો ખોદાણ કરવા માં આવે તો એક પ્રકાર એ પાતાળ લોક ની સત્તા માં પ્રવેશ કરે છે,

પુરાણો માં આ વાત નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે કે પાતાળ લોક ના સ્વામી શેષનાગ છે, હજારો ફણ વાળો શેષ નામ બધા નાગ ના રાજા છે, ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન કરે છે, આટલું જ નહીં પરંતુ આપણે ભગવાન ની સાથે સાથે અવતાર લઈ ને એમની લીલા માં પણ એમનો સાથ આપ્યો છે.

મકાન ના પાયા માં સર્પ અને કળશ સ્થાપના પૂજન નું મહત્વ એ છે કે જે રીતે શેષનાગ આખી પૃથ્વી ને પોતાના ફણ પર મજબૂતી ની સાથે સંભાળી ને રાખ્યું છે એવી રીતે મકાન ની પણ રક્ષા કરે, શેષનાગ ને ભગવાન વિષ્ણુજી ની સૈયા માનવા માં આવ્યા છે, ક્ષીરસાગર માં ભગવાન વિષ્ણુ શેષનાગ પર વિશ્રામ કરે છે અને એમના ચરણો માં ધન ની દેવી માતા લક્ષ્મી સ્થાપિત છે.

હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો કળશ ને ભગવાન વિષ્ણુ નો પ્રતીક માનવા માં આવે છે, એટલા માટે પૂજન ના કળશ માં દૂધ, દહી, ઘી, નાખી ને મંત્રો થી આહ્વાન પર શેષનાગ ને બોલાવવા માં આવે છે, જેથી ઘર ની રક્ષા કરે.દેવો ના દેવ મહાદેવ ના આભૂષણ પણ શેષનાગ જ છે.

વિષ્ણુજી ની સાથે માં લક્ષ્મીજી નું સ્વરૂપ એક સિક્કા નાખી ને ફૂલ અને દૂધ પૂજા માં અર્પિત કરવા માં આવે છે જે નાગ ને સૌથી વધારે પ્રિય હોય છે. બલરામ અને લક્ષ્મણજી પણ શેષનાગ ના અવતાર માનવા માં આવે છે.

એવું માનવા માં આવે છે કે જો મકાન બનાવવા વાળા વ્યક્તિ એ શેષનાગ ને પ્રસન્ન કરી લીધો તો એને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ને પણ પ્રસન્ન કરી લીધું છે એના મકાન માં કોઈ પણ પ્રકાર ની બાધા ઉત્પન્ન નહીં થાય, આ વિશ્વાસ ની સાથે આ પરંપરા જૂના સમય થી ચાલતી આવી રહી છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *