હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. ઘણા લોકોને કબજિયાત ની સમસ્યા થઇ જાય છે. એવા હાલાત માં ઘણા પ્રકારની ગંભીર સમસ્યાઓ પણ પેદા થઇ જાય છે.આજે અમે તમને પેટ સાથે જોડાયેલ ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે કાયમ ચૂર્ણનું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે.
તો ચાલો જાણી લઈએ કાયમ ચૂર્ણ શું છે અને એના ફાયદા શું છે. કાયમ ચૂર્ણ ઘણી બધી જડી બટીનું મિશ્રણ હોય છે અને આ ચૂર્ણને પેટ માટે લાભકારી માનવામાં આવે છે. લીલાં સયાનન ના પાન, અજમાં, મુલેથી, સંચળ અને બીજી જડી બુટ્ટી જેવી વસ્તુથી એને તૈયાર કરવામાં આવે છે. આ ચૂર્ણને તમે આસાનીથી તમારા ઘરે પણ બનાવી શકો છો.
ફાયદા
કાયમ ચૂર્ણને ખાવાથી પાચન તંત્ર સરખું રહે છે. એને ખાવાથી પાચન તંત્ર પર સારો પ્રભાવ પડે છે અને પેટ જલ્દી જ ખરાબ થઈ જતું નથી. એટલા માટે જે લોકોનું પાચનતંત્ર સરખું ન હોય તે લોકો એ કાયમ ચૂર્ણનું સેવન કરવું જોઈએ.
કબજિયાતની સમસ્યા ને દૂર કરવામાં ફાયદાકારક હોય છે. કાયમ ચૂર્ણ માં અનેક પ્રકારની જડી બુટી હોય છે અને આ જડી બુટી કબજિયાતને દૂર કરે છે. કાયમ ચૂર્ણ ખાવાથી સરળતાથી કોઈ પણ પ્રકારનો કબજિયાત દૂર થઈ જાય છે.
ગેસ હોય તો જો કાયમ ચૂર્ણ ખાવામાં આવે તો તરત જ ગેસ માંથી આરામ મળી જાય છે. કાયમ ચૂર્ણ માં નિશોથ નો પ્રયોગ કરવામાં આવે છે. જે એક ઔષધિય મીઠું છે અને આ ઔષધિય મીઠાને ખાવાથી ગેસ સારો થઈ જાય છે.
રાત્રે જમીને પછી કાયમ ચૂર્ણ ખાવું ઉતમ ગણાય છે. કાયમ ચૂર્ણ નું સેવન ગરમ પાણીની સાથે કરવું. એક ચમચી કાયમ ચૂર્ણ ને એક કપ હુંફાળા ગરમ પાણીમાં નાખી દેવું અને એને સરખી રીતે મિક્ષ કરી લેવું અને પછી આ પાણીને પીઇ જવું અથવા પછી કાયમ ચૂર્ણ નું સેવન કરીને પછી ઉપરથી ગરમ પાણી પીઇ લેવું.
ઉલટી જેવું થાય ત્યારે કાયમ ચૂર્ણ નું સેવન કરી લેવું. કાયમ ચૂર્ણ ખાવાથી ઉલ્ટી નહિ થાય, અને પેટમાં પણ શાંતિ થઈ જશે. કાયમ ચૂર્ણમાં અજમાનો પાવડર હોય છે અને અજમા નું સેવન કરવાથી ઉલ્ટી ની સમસ્યામાં આરામ મળી જાય છે.
બજારની ખાણીપીણી ના કારણે પેટમાં દુઃખાવો થવાની ફરિયાદ થઈ જાય છે. પેટમાં દુઃખાવો થવા પર જો કાયમ ચૂર્ણ ખાવામાં આવે તો પેટનો દુઃખાવો દૂર થઈ જાય છે. એટલા માટે પેટમાં દુઃખાવો થવા પર કાયમ ચૂર્ણનું સેવન કરી લેવું.
Leave a Reply