રસોડુ એ ઘરની અંદર સૌથી વધારે હાલચાલ વાળી જગ્યા છે. જ્યાં દિવસભર રસોઈથી માંડીને બીજા ઘણા કામ કરવા પડતાં હોય છે અને રસોડાને ઉપયોગમાં લેવાય છે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડાને ઘરના બીજા સ્થાનનો કરતાં મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. રસોડાથી ઘરના પરિવારના સભ્યોની તંદુરસ્તી જળવાઈ છે.અન્નપૂર્ણા માતા ઘરના રસોડામાં રહે છે
અને ત્યાં જ ઘરની મહિલાઓ તેમના પરિવારના સભ્યો માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે.રસોડા સાથે જોડાયેલ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં કેટલીક નકારાત્મક શક્તિઓને સંચાર થાય છે આ કારણે રસોડા સાથે જોડાયેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપીએ છીએ, તે જ રીતે રસોડાની સ્વચ્છતાને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
જો તમારા ઘરનું રસોડું ગંદું હોય તો અન્નપૂર્ણા માતા ત્યાં રહેતી નથી.કોઈ પણ ઘરનું રસોડું ઘરની આર્થિક સ્થિતિને પણ ખૂબ પ્રભાવિત કરે છે.વાસ્તુ શાસ્ત્ર રસોડું અને સ્વચ્છતાની યોગ્ય દિશા વિશે પણ ઘણી વસ્તુઓ સમજાવે છે. જો તમે ઘરના રસોડામાં કોઈ ભૂલો કરો છો, તો તેની સીધી અસર તમારા જીવન પર પડે છે.
જો તમે આ બાબતોનું ધ્યાન રાખતા નથી તો તે તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તમારા રસોડામાં કંઈ ભૂલો ના કરવી જોઈએ, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા નિયમો બનાવ્યા છે કે જેનું વ્યક્તિ પાલન કરે તો જીવનમાં મુશ્કેલીઓ થી મુક્તિ પામી શકે છે.
ઘણી વખત લોકોને ટેવ હોય છે કે તેઓ રસોડામાં બ્રશ કરે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે પણ રસોડામાં બ્રશ કરો છો, તો તમે પૈસા ગુમાવી શકો છો.પહેલાના સમયમાં સ્ત્રીઓને સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશવાની છૂટ હતી.
આનું એક કારણ એ છે કે ભગવાનને ભોજન આપવામાં આવે છે, જ્યારે બીજુ કારણ એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી રસોડામાં રહે છે અને માતા લક્ષ્મી ફક્ત સ્વચ્છ સ્થળોએ જ રહે છે. તેથી હંમેશાં સ્નાન કર્યા પછી જ તમારા રસોડામાં પ્રવેશ કરો.આ સિવાય જણાવી દઈએ કે રસોડામાં ક્યારેય સાવરણી અને પગરખાં રાખવા જોઈએ નહીં
કારણ કે જો તમે આ કરો છો તો અન્નપૂર્ણા માતા ગુસ્સે થાય છે અને ઘર મુશ્કેલીમાં મુકાઈ જાય છે.વાસ્તુ શાસ્ત્રમાં પૂર્વ દિશા એકદમ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે નોંધવું જોઈએ કે તમારા રસોડાનું સેટઅપ એવું હોવું જોઈએ કે તમે હંમેશાં પૂર્વ તરફ જઇને ખોરાક તૈયાર કરો.
આ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.આ સિવાય કોઈએ પણ ક્યારેય ઉત્તર અને દક્ષિણ દિશા તરફ બેસીને રસોઈ બનાવવી જોઈએ નહીં. જો તમે ઉત્તર અથવા દક્ષિણ દિશામાં મોં રાખીને રસોઇ કરો છો, તો તેનાથી ઘરમાં પૈસાની ખોટ થાય છે.
Leave a Reply