જ્યોતિષ શાસ્ત્ર: આ કામ કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે અને ધનપ્રાપ્તિના યોગ બને છે.

દીવાના અમુક ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યા છે જે કરવાથી તમેભાગ્યને ચમકાવી શકશો.કોઈ પણ પૂજા કે આરતી દીવા વગર અધુરી માનવામાં આવે છે, દીવાનું પૂજામાં ખાસ મહત્વ છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ રોજ દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઇ રહે છે. અજાણ્યો ભય ને શત્રુઓ સામે રક્ષા કરવા માટેરોજ ભૈરવનું સ્મરણ કરીને દીવો કરવો જોઇએ.

પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે તે માટે પણ રોજ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને દીવો પ્રગટાવવો જોઇએ.જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ વાત કહેવાઇ છે કે રોજ દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઇ રહે છે.દીવાની જ્યોત રાખવાથી આપણી દરેક મનોકામના પૂરી થાય છે અને ધનપ્રાપ્તિના યોગ બને છે.

દીવાના અમુક ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યા છે જે કરવાથી તમે તમારા ભાગ્યને ચમકાવી શકશો. દીવાની જ્યોત કંઈ દિશામાં જાય છે તે પણ ખુબ મહત્વનું છે.શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે દીવો કરવાથી દેવી-દેવતાઓની પૂજા કરવાથી દરેક તકલીફ દૂર થાય છે. ઘણા લોકો દીવો ભગવાનની આજુ બાજુમાં રાખતા હોય છે.

પરંતુ હંમેશા દીવાને પ્રજ્વલિત કરો ત્યારે દીવો ભગવાનની મૂર્તિ કે ફોટાની સામે જ રાખવો જોઈએ અને જ્યારે ઘીનો દીવો કરતા હોય ત્યારે તેમાં સફેદ વાટ રાખવી જોઈએ અને જ્યારે તેલનો દીવો કરતા હોય ત્યારે લાલ રંગની વાટ લગાવવી જોઈએ. આ રીતે દીવો પ્રજ્વલિત કરવો ખુબ જ શુભ મનાય છે.પૂજા કે આરતી કરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

જ્યાં સુધી પૂજા ચાલુ હોય ત્યાં સુધી દીવો ઓલવાઈ ના જાય આવું થાય તો પૂજાનો પૂરેપૂરો લાભ મળતો નથી અને પૂજા અધુરી રહી જાય છે.પૂજા કરતી વખતે ધ્યાન રાખવું કે દીવો તૂટેલો ન હોવો જોઈએ કારણ કે ધાર્મિક કાર્યોમાં ખંડિત વસ્તુનો ઉપયોગ કરવો અશુભ મનાય છે.ખુબજ મહેનત કરવા છતાં સફળતા ના મળતી હોય તો ઘીનો દીવો કરવો તેમાં કોઈ લાલ રંગના દોરાની કે ઉનની વાટ રાખવી

તેમજ તેમાં થોડી હળદર અને કંકુ પણ મિક્સ કરવું અને આ દીવો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના ફોટા પાસે રોજ કરવો.જે વ્યક્તિને આર્થિક સમસ્યા સતાવતી હોય, ઘરમાંથી લક્ષ્મીનો કારણ વગરનો વ્યય થતો હોય તેમજ આવેલી લક્ષ્મી દેખાતી જ ન હોય તો દેવી લક્ષ્મી સમક્ષ સાત મુખી દીવો કરવો. સાત મુખી દીવો કરવાથી આ સમસ્યા દૂર થશે. જ્યારે બાળકો ભણવામાં અવ્વલ બને તે માટે બે મુખી દીવો સરસ્વતી દેવીની સામે પ્રગટાવવો.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *