૩૫ ની ઉંમર પછી ચહેરા પર દેખાવા લાગે કરચલી તો રાખો આ બાબતોનું ખાસ ધ્યાન..

ઉંમરની સાથે સાથે મેકઅપ ની જરૂરતો પણ બદલી જાય છે. ચહેરા પર હંમેશા એક પ્રકારની પ્રોડક્ટ લગાવી શકાતી નથી, કારણ કે ઉંમર વધવાની અસર ત્વચા પર પણ જોવા લાગે છે. વધતી ઉંમરની સાથે અવયવો પર કરચલીઓ વધુ દેખાવા લાગે છે, લાઈફ સ્ટાઈલમાં થયેલા બદલાવ અને ખાન-પાનમાં આવેલા પરિવર્તનના કારણે પર કરચલીઓ પડતી હોય છે.

૪૦ પછી ત્વચા પર ધીમે ધીમે કરચલી પાડવા લાગે છે. એટલા માટે આ સમયે મેકઅપ પણ ખુબ જ સમજી વિચારીને કરવો જોઈએ. વધતી ઉંમર માં પણ આકર્ષણ જોવું હોય તો તમારા મેકઅપ કરવાની રીત માં થોડો બદલાવ જરૂર કરવો જોઈએ, તો ચાલો જાણી લઈએ એના વિશે.

લીપ લાઈનર જરૂર લગાવવી :- ઉંમરની સાથે સાથે આસપાસ ની ત્વચા ઢીલી પડવા લાગે છે અને કરચલી પણ ચોખ્ખી નજર આવવા લાગે છે. લીપ લાઈનર વગર લિપસ્ટિક લગાવવાથી તે તરત ફેલાવવા લાગે છે. લીપ લાઈનર લિપસ્ટિક ને ઢીલી ત્વચા સુધી પહોચવા દેતી નથી. એટલા માટે લિપસ્ટિક કરતા પહેલા લાઈનર જરૂર કરવી.

ગાલની ઉપર બ્લશ લગાવવું :- બ્લશર હંમેશા ચહેરા ના હિસાબે લગાવવું જોઈએ, વધતી ઉંમર ની સાથે તમારે બ્લશ લગાવવાની રીત પણ બદલવી જોઈએ. બ્લશ ને ગાલના બોન્સની ઉપરના ભાગપર લગાવવું જોઈએ.

એનાથી તમારી ત્વચા માં સુંદરતા નજર આવશે. એ સિવાય બ્લશ નો કલર પસંદ કરતા સમયે તમારી સ્કીનનો કલર પણ ધ્યાનમાં લેવો. બ્લશર લગાવતા સમયે ચહેરાની રંગત અને આકાર નું પણ ધ્યાન રાખવામાં આવે તો સુંદર લુક આવે છે.

લિક્વિડ પ્રોડક્ટ નો વધારે ઉપયોગ કરવો :- વધતી ઉંમરમાં પાવડર વાળી પ્રોડક્ટથી ચહેરાની કરચલી વધારે જોવા મળે છે, જેનાથી મેકઅપ ખરાબ દેખાય છે. ઉંમરની સાથે ત્વચા સૂકવવા લાગે છે. એટલા માટે મોઈશ્ચરાઈઝર વાળા લિક્વિડ પ્રોડક્ટ નો ઉપયોગ કરવો એ આ ઉંમરમાં સૌથી સારું માનવામાં આવે છે, એનાથી ચહેરા પણ થોડો મેકઅપ પણ સારો દેખાવ આપે છે.

મેટ લિપસ્ટિક કરવાથી બચવું :- ઉંમરની સાથે સાથે ત્વચા ની સુંદરતા પણ ઓછી થવા લાગે છે, જેની અસર હોઠ પર પણ પડે છે અને હોઠ સૂકવવા લાગે છે તેમજ ફાટવા પણ લાગે છે.

મેટની લિપસ્ટિક લગાવવાથી હોઠ વધારે સુકાઈ જાય છે, જયારે ન્યુડ શેડથી ઉંમર વધારે દેખાવા લાગે છે. લિપસ્ટિક ના તેજસ્વી શેડ પસંદ કરવા. હોઠ પર ચમક લાવવા માટે લીપ ગ્લોસ નો પણ ઉપયોગ કરી શકાય છે.

આઈલાઈનર નો પ્રયોગ કરવો :- એકદમ પરફેક્ટ આઈલાઈનર લગાવવી એક મુશ્કેલ કામ છે, પરંતુ જો આંખો પર યોગ્ય રીતે આઈલાઈનર લગાવવામાં આવે તો તે એકદમ અલગ લુક આપે છે. આઈલાઈનર ની સાથે હંમેશા કાજળ લગાવવાની જરૂરત નથી અને જો કાજળ પણ લગાવવી હોય તો એકદમ થોડી જ લગાવવી.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

11 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

11 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

11 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

11 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

11 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

11 months ago