જેવી રીતે સૂર્યની એક કિરણ નવી સવાર લાવે છે, તેવી જ રીતે એક ખરાબ સમય તમારા જીવનમાં કાયમ રહેવાનો નથી. દરેક લોકોના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો રહે છે. દરેક વ્યક્તિના જીવનમાં ભગવાન એવા સંકેત આપે છે જે તમારો ખરાબ સમય પૂરો થવા અને સારો સમય શરુ થવાનો સંકેત આપે છે.
આ સંકેતો ભગવાન પ્રકૃતિ દ્વારા મોકલે છે. ક્યારેક વ્યક્તિ નો સારો સમય ચાલી રહ્યો હોય છે તો ક્યારેક તેનો ખરાબ સમય ચાલે છે, સારા અને ખરાબ સમય નું આવવા-જવાનું વ્યક્તિ ના જીવન માં લાગેલ રહે છે, સમય ક્યારેય પણ કોઈ માટે નથી રોકાતો, સમય નું ચક્ર હંમેશા ફરતું રહે છે.
જો સમય ઈચ્છે તો કોઈ પણ વ્યક્તિ ને અમીર બનાવી શકે છે અને સમય ની સાથે જ અમીર વ્યક્તિ પણ નિર્ધન થઇ શકે છે. જો કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તેનો એક ના એક દિવસ સારો સમય જરૂરથી આવશે જ.કારણકે કહેવાય છે ને કે દરેક રાતની સવાર હોય જ છે.
જો તમારા ઇષ્ટ દેવ કે તમારા પ્રિય ભગવાન આપણો સાથ આપે ત્યારે કેટલાક એવા સંકેત આપે છે, જેની મદદ થી આપણે એ વાત સમજી શકીએ છીએ કે ભગવાન તમારો સાથ આપે છે કે નહિ. જયારે ભગવાન આપણો સાથ આપે છે ત્યારે કેટલાક સંકેત જરૂર આપે છે.
માણસના જીવનમાં જયારે સારો સમય આવવાનો હોય ત્યારે તેને કોઈક ને કોઈક સંકેત આપી અને જાણ જરૂર કરે છે. સારા સમય અને ખરાબ સમય બંને માટે ભગવાન સંકેત આપે છે. તો ચાલો જોઈએ ભગવાન દ્વારા મળતા એવા ૩ સંકેતો વિશે..
રાત્રે ઘણી વાર આપણે કોઈ સપનું જોઈએ છીએ અને તે સાચું બની જતું હોય છે. તો તે પણ ભગવાન તરફથી મળતો એક સંકેત છે, કે તે તમારી સાથે છે અને તેથી તમારે ડરવાની કોઈ આવશ્યકતા નથી. આવા સપના આવવાથી અને તે સપના સાકાર થવાથી ભગવાન ઈશારો આપે છે કે હવે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે ભગવાન તમારા દરેક કાર્યો સફળ બનાવશે.
જો તમને સપનામાં કોઈ મંદિર કે ભગવાન દેખાય તો તે પણ ભગવાન તરફથી મળતો એક સંકેત હોય છે કે ભગવાન તેની સાથે છે. તેથી સપનું આવ્યા પછી એકવાર સપનામાં આવેલ ભગવાનની પૂજા જરૂર કરવી જોઈએ. અને આવું કરવાથી ઘણું શુભ કાર્ય થશે અને સારા કામની શરૂઆત થશે અને તમારા સારા દીવસો ચાલુ થઇ જશે.
જો તમે કોઈ કાર્ય વિશે વિચારી અને તે કામ ચાલુ કરતા જ તેમાં સફળતા પણ મળી જાય તો તે પણ ભગવાન તરફથી મળતો એક સંકેત છે, કે તમારા પ્રિય ઇષ્ટદેવ તમારી સાથે છે. અને ખુબજ જલ્દી તમારા દરેક કષ્ટો દુર કરી દેશે અને ત્યાર પછી તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…