જાણો કબજિયાત,ગેસ, અપચા,પેટ દર્દમાં બધાંને કામ લાગે એવા બેસ્ટ નુસખાઓ.

મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે. પેટનો દુઃખાવો કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ તીવ્ર પેટનો દુઃખાવો ચિંતાનો વિષય છે. વિભિન્ન પ્રકારની તીવ્રતા અને પ્રકૃતિ પ્રમાણે પેટનો દુઃખાવો થતો હોય છે. ખરાબ ડાયટ અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે.

ઘણી વખત પેટનો દુખાવો એટલો વધી જાય છે કે ડોક્ટરને બતાવવા જવું પડે છે. કબજિયાત, પેટમાં ગેસ, અપચાને કારણે પણ પેટમાં દર્દ થતું હોય છે. પણ કેટલીક વસ્તુઓ એવી છે જે પેટ દર્દમાં રામબાણ દવાનું કામ કરે છે. તો ચાલો જાણી લો પેટ દર્દમાં બધાંને કામ લાગે એવા બેસ્ટ નુસખાઓ.

સામાન્ય કારણો

  • ધુમ્રપાન કરનારા લોકો કે જેઓ એસ્પિરિન કે પેઈન કિલર્સ લેતા હોય છે તેમને પેટનો દુઃખાવો થઈ શકે છે.
  • કેટલાક પ્રકારનો ખોરાક જેમકે તીખી કે વાસી ખોરાક, ચીઝ, માખણ, કોફી, ચા, કાર્બોનેટેડ ડ્રિન્ક્સ, આલ્કોહોલ, ચોકલેટ, ચ્યુઈંગ ગમ અને દૂધ પણ પેટના દુઃખાવાનું કારણ બને છે.
  • તણાવ, ચિંતા કે જેનાથી હાયપરએસિડિટી થાય છે તેના કારણે પેટનો દુઃખાવો થાય છે.

 

  • કોઈ વ્યક્તિને હેલિકોબેક્ટર પાયલોરી, જીવાણુનો ચેપ લાગ્યો હોય કે જે બેક્ટેરિયા પેટની દિવાલ પર વિકસી રહ્યા હોય તેમને અલ્સરના કારણે પેટનો દુઃખાવો થાય છે.
  • ખૂબ ભારે ખોરાક લીધો હોય કે ભોજન પછી તરત જ ખૂબ વધારે પાણી કે અન્ય પ્રવાહી લીધું હોય તો તેનાથી બ્લોટીંગ થાય છે જેનાથી પણ દુઃખાવો થાય છે.

હીંગ: હીંગમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીવાયરલ ગુણ હોય છે. તે ઘણી બીમારીઓથી પણ બચાવવામાં મદદ કરે છે. હીંગના આયુર્વેદમાં ઔષધી માનવામાં આવે છે. પેટમાં દર્દ, ગેસ કે અપચો થાય તો પેટ પર હીંગનો લેપ કરો અથવા તો એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હીંગ મિક્સ કરીને પી લો.

આદ: આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી જો તમારી પેટ ખરાબ હોય કે પેટમાં દુખાવો રહેતો હોય તો આદુ ઔષધીનું કામ કરે છે. તમે જમ્યા પહેલાં એક ટુકડો આદુ ખાઈ શકો છો અથવા તો પેટમાં દુખે ત્યારે આદુના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.

વરિયાળી: પેટના રોગો માટે વરિયાળી બેસ્ટ માનવામાં આવે છે. એટલે જમીને મુખવાસમાં વરિયાળી ખાવામાં આવે છે. વરિયાળી પેટ દર્દ, પેટમાં ગેસ, પેટમાં બળતરા, પેટમાં સોજાની સમસ્યાને ખતમ કરે છે. તમે વરિયાળીની ચા બનાવીને પી શકો છો. પેટ દુખે ત્યારે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પી લો.

 

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *