અનિદ્રા એટલે ઊંધ ના આવવા ની પીડા. જેની સમસ્યા માંથી રાહત મેળવવા ઘણા લોકો દવાનું સેવન કરે છે. પરંતુ તે નુકશાન કરી શકે છે.સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ઘણા લોકો વારંવાર ઉંઘની દવાઓ લેતા હોય છે પરંતુ તે આરોગ્યને ખૂબ જ નુકશાન પહોંચાડે છે.
ઊંઘ ન આવવાનું અન્ય ઘણા કારણો હોઈ શકે છે. ખાવા પીવામાં અનિમિતતા, કામમાં વ્યસ્ત રહેવુ કે પછી માનસિક પરેશાની પણ હોઈ શકે છે.શું તમને પણ રાત્રે પથારી પર પડખા ફેરવ્યા બાદ મોડે મોડે ઉંઘ આવે છે ? જો હા તો આપે મીઠી ઉંઘ માટે ખાનપાનમાં ફેરફાર કરવાની જરૂર છે.
આજે અમે તમને રાત્રે સારી ઊંઘ લાવવા માટે એક ઉપાય જણાવીશું જેનાથી તમને રાત્રે તરત ઊંઘ પણ આવી જશે અને એકદમ ભરપુર સારી ઊંઘ આવશે, તો ચાલો જાણી લઈએ શું કહે છે સંશોધન.એક તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે કે રાત્રે સુરતા પહેલા તીખું ખાવામાં ઘટાડો કરવાથી સારી ઉંઘ આવે છે.
ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ તીખા ભોજન અને ખરાબ ઉંઘ વચ્ચે મોજુદ સંબંધોની તપાસ કરી હતી.આ સંશોધનને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાઇકો ફિઝિયોલોજીમાં પ્રકાશિત કરાયું છે. સંશોધકોએ એક દિવસ કેટલાક લોકોને સુતા પહેલા તીખો ખોરાક આપ્યો અને બીજા દિવસે સામાન્ય ખોરાક.
તેમણે ઉંઘના પુરા સમયગાળાનો અભ્યાસ કર્યો. તેમણે જાણ્યું કે તીખું ભોજન લેવાથી મધરાત્રે આવતી ગાઢ ઉંઘનો સમયગાળો ઘટયો હતો.
આ વાત જાણી ને તમે આશ્ચર્ય ની લાગણી અનુભવાશે કે ઊંધ ની ગોળીઓ નુ નિયમિતપણે સેવન કરવા થી હ્રદય નો હુમલો આવવા ની શકયતા ૫૦% જેટલી વધી જાય છે. આ ઉપરાંત સંશોધન મા એવુ પણ કહેવાયુ છે કે, ઊંધ ની મેડીસીન્સ ના ૩૫ મિ.લી. ના સ્ટાન્ડર્ડ ડોઝ પણ હ્રદય ના હુમલા ની શકયતા ૨૦% વધારી દે છે.
Leave a Reply