મંગળવારનો દિવસ હનુમાનજી ભગવાન નો માનવામાં આવે છે. હનુમાનજીને સંકટ મોચન દેવ માનવામાં આવે છે અને હનુમાનજી આપબના સૌના સંકટ દૂર પણ કરતા હોવાના ઘણા પુરાવા મળે છે, મંગળવારનો દિવસ શુભ પવનપુત્ર હનુમાન અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશને સમર્પિત છે.
મહાબલી હનુમાનજી ની ઉપર ભગવાન શ્રી રામ અને માતા સીતા ના તેમજ દરેક દેવતા અને ગ્રહો ની પણ કૃપા દ્રષ્ટિ બનેલી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. જેને સાહસ, બળ, ઉર્જા, જમીન, મકાનનો કારક માનવામાં આવે છે.
હનુમાનજી ગણેશજી અને ધન ની દેવી માતા લક્ષ્મી જી ને પણ પ્રિય છે. આ કારણ થી જો તમે મંગળવાર ના દિવસે અમુક ઉપાય કરો છો તો એનાથી હનુમાનજી ની સાથે સાથે શન ની દેવી માતા લક્ષ્મીજી પણ તમારા પર પ્રસન્ન થઇ શકે છે.
આજે અમે તમને મંગળવાર ના દિવસે ૧૧ રૂપિયા નો એક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમે ગરીબી દુર કરી શકો છો અને તમારી આર્થિક તકલીફો પણ દુર થઇ જશે, તો ચાલો જાણી લઈએ ૧૧ રૂપિયા ના ઉપાય વિશે..
જો તમે મંગળવાર ના દિવસે આ ઉપાય કરી રહ્યા હોય તો સૌથી પહેલા તમારે સવારના બ્રહ્મ મુર્હુત માં ઉઠી જવું અને એ પછી તમારા દરેક કાર્ય માંથી નિવૃત થઈને સ્નાન કરી લેવું. સ્નાન કર્યા પછી જ તમે તમારા ઘર ના પૂજા ના સ્થાન પર જઈ શકો છો.
ત્યાં જઈને ધન ની દેવી માતા લક્ષ્મીજી ની સાથે ગણેશજી ઉપરાંત મહાબલી હનુમાનજીની પણ તસ્વીર કે મૂર્તિ લગાવી દેવી, એ પછી તમારે એક દીવો પ્રગટાવવો અને ૧૧ રૂપિયામાં લક્ષ્મીજીના ચરણમાં મૂકી દેવો. તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જે ૧૧ રૂપિયા મૂર્તિ સામે રાખી રહ્યા છો, એમાં ફક્ત સિક્કા જ હોવા જોઈએ, એમાં કોઈ પણ નોટ ન રાખવી.
તમે સિક્કા કોઈ પણ સંખ્યામાં રાખી શકો છો, સિક્કાને મુક્ત સમયે તમારી મનોકામના મનમાં જ બોલી દેવી. તમે તમારી મનોકામના ને ૭ વાર બોલો. આમ કરીને પછી તમારે ભગવાન ની વિધિ વિધાન પૂર્વક પૂજા કરવાની રહેશે, પૂજા કરતી વખતે “ओम नमो भगवते वासुदेवाय नमः” મંત્રનો ઓછામાં ઓછું ૨૧ વાર જાપ જરૂર કરવો.
જો મંત્ર નો જાપ ૧૦૮ વાર થઇ જાય તો તે ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે, જયારે તમારી પૂજા એકદમ પૂર્ણ થઇ જાય ત્યારે તમારે ૧૧ રૂપિયાના સિક્કાને દીવાની ઉપર થી ૧૧ વાર ફેરવવા.
૧૧ રૂપિયાના સિક્કા જરૂરતમંદ ને કરવા દાન :- આ બતાવવામાં આવેલી વિધિ મુજબ જો તમે પૂરી રીતે કરી લો તો તે પછી તમારે આ ૧૧ રૂપિયાના સિક્કાને કોઈ બાળક કે પછી જરૂરતમંદ વ્યક્તિને દાનમાં આપી દેવા. શાસ્ત્રો મુજબ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાન કરવાથી દરેક દેવતા ખુશ થઇ જાય છે, જેટલું વ્યક્તિ દાન કરે છે, એનાથી ઘણું વધારે એને ફળ પણ પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી તમારી ગરીબી જલ્દી દુર થઇ જશે અને તમને ધન પ્રાપ્તિના માર્ગ પ્રાપ્ત થશે.
Leave a Reply