આ ફળનું સેવન કરવાથી તમારું વજન પણ ઘટશે અને કોઈ આડઅસર પણ નહીં થાય

પાઈનેપલમાં વિટામિન એ અને સી મળી આવે છે. એક એવું ફળ છે, જે પ્રોટીન, ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપૂર છે સ્વાસ્થ્ય માટે પાઈનેપલ ઘણી બધી રીતે ફાયદાકારક છે.પાઈનેપલમાં ફાઇબર પણ સારી માત્રામાં મળી આવે છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ મદદગાર સાબિત થાય છે.  આંખ, હાડકા, ચામડી માટે ખૂબ ગુણકારી છે.

તેના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ છે. જો આ ફળનું ખોટી રીતે સેવન કરવામાં આવે તો વ્યક્તિ કેટલીક સમસ્યાઓનો શિકાર બની શકે છે. સાથે સાથે વજન ઘટાડવા માટે પણ પાઈનેપલ ઉપયોગી હોવાનું નવા સંશોધનમાં જાણવા મળ્યું હતું.ઇટાલીમાં પાઈનેપલ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.

પાઈનેપલમાં વિટામીન્સ અને મિનરલ્સનો જથ્થો હોય છે અને તે શક્તિવર્ધક ફળ ગણાય છે. ૧૦૦ ગ્રામ પાઈનેપલમાં ૧૩ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧૦ ગ્રામ શુગર, ૪૭ મિલિગ્રામ વિટામીનસી, ૧૩ મિલિગ્રામ કેલ્સિયમ, ૧૨ મિલિગ્રામ મેગ્નેસિયમ, ૧૦૯ મિલિગ્રામ પોટેશિયમ વગેરે પદાર્થો હોય છે, પરંતુ ફેટની માત્રા માત્ર ૦.૧૨ ગ્રામ હોય છે.

પાઈનેપલની સિઝન હોય એ દરમિયાન દરરોજ એક પાઈનેપલ ખાઈને સવારે થોડીક કરસતો કરવાથી ફેટ ઓગળે છે અને એનર્જી જળવાઈ રહે છે. ચરબીના કારણે અશક્તિ આવી જતી હોય અને વારંવાર પગમાં સોજા ચડી જતાં હોય એમને દિવસમાં ૧૦૦ ગ્રામ પાઈનેપલ ખાવાની સંશોધકોએ સલાહ આપી હતી.વજન ઘટાડવા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ કરતા હોય છે

ઘણીવાર તેની સાઈડ ઇફેક્ટ પણ થતી હોય છે, પરંતુ વજન ઘટાડવા માટે પાઈનેપલ નું સેવન કરવું જોઈએ, જેનાથી તમારું વજન પણ ઘટશે અને કોઈ આડઅસર પણ નહીં થાય.ફેટનું પ્રમાણ નહીંવત હોવાથી પાઈનેપલનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. પાઈનેપલ નું સેવન કરવાથી ભૂખ પણ ઓછી લાગે છે અને શરીર માં શક્તિ પણ બની રહે છે.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *