મહેંદીમાં આ એક વસ્તુ મિક્સ કરીને લગાવો, વાળ બની જશે કાળા અને ચમકદાર

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું એ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસેને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કરવાની શરૂઆત કરી દે છે, આ ઉપાયથી વાળ થોડા દિવસ માટે કાળા રહે છે પણ પછી ફરી માથામાં સફેદી દેખાવા લાગે છે.

વારંવાર વાળમાં હેર કલર કરવામાં આવે તો વાળને નુકસાન પણ થાય છે. આમ તો માર્કેટમાં એવી ઘણી બધી પ્રોડક્ટ અને ઘણી બધી ટ્રીટમેન્ટ પણ હોય છે જેનાથી તમે તમારા વાળ કાળા કરી શકો. પણ અમુક વસ્તુઓ આપણે નથી અપનાવતા અને અમુક વસ્તુ આપણા બજેટ બહાર હોય છે.

આજે અમે તમને કેટલીક એવી વસ્તુ વિશે જણાવીશું જેને મહેંદીમાં મિક્સ વાળ પર લગાવવાથી તેનો કલર લાંબા સમય સુધી ટકેલો રહે છે. તો જોઈએ કઈ એ વસ્તુ છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે.

મહેંદીને પલાળવા માટેની રીત :1 ગ્લાસપાણી, 1 મોટી ચમચીમેથી દાણાનો પાવડર, 1 મોટી ચમચી કોફી પાવડર, લવિંગનો પાવડર

રીત : એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા અને કોફી પાવડર નાખી 2થી 3 મિનીટ ઉકાળો. પછી તેમાં લવિંગનો પાવડર મિલાવી 3 મિનિટ ઉકાળો. હવે તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દો. મેથીના દાણા વાળને કુદરતી મજબૂત અને કાળા કરે છે. તો કોફી પાવડર મહેંદીના રંગને વધારે ડાર્ક બનાવે છે. તમને જણાવી દઈએ કે, લવિંગના પાવડરથી વાળ ખરવાનું બંધ થઈ મજબૂત બને છે.

મહેંદી બનાવવાજરૂરી સામગ્રી :-મહેંદી, હિબિક્સ પાવડર, આંબળા પાવડર, શિકાકાઈ પાવડર, કોફી પાવડર

મહેંદી બનાવવાની રીત :લોખંડની કડાઈમાં મહેંદી, હિબિક્સ પાવડર, આંબળાનો પાવડર, શિકાકાઈનો પાવડર અને કોફી પાવડર મિલાવી મિક્સ કરો. તેના માટે લોખંડની કડાઈનો જ ઉપયોગ કરો કેમકે તેમાં મહેંદી સારી રીતે ઓક્સીડાઈઝ્ડ થઈ જાય છે. હવે તેમાં તૈયાર પાણીને મિક્સ કરો અને ઓવરનાઈટ અથવા 7થી 8 કલાક માટે છોડી દો.

ઉપયોગ :સૌથી પહેલા વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો, જેથી તમામ માટી-ધૂળ અથવા ઓઈલ નીકળી જાય. ધ્યાનરાખો કે જો વાળ વોશ નહીં કરો તો, મહેંદીનો રંગ સારી રીતે નહીં ચઢે. વાળને ધોયા બાદ તેમાં સિરમ એપ્લાય કરો. હવે મહેંદીને વાળમાં એપ્લાય કરો અને ઓછામાં 2થી 3 કલાક માટે વાળમાં રહેવા દો. પછી તેને પાણીથી સારી રીતે ધોઈ દો અને ધ્યાન રાખો કે મહેંદી બાદ શેમ્પૂ ન લગાવો.

સાથે જ કોઈ પણ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી બચો કેમ કે, તેનાથી કલર ફેડ થઈ જાય છે. રાત્રે સુતા પહેલા સરસોના તેલથી સારી રીતે ચમ્પી કરો. આ પ્રકારે મહેંદી લગાવવાથી મહેંદીનો રંગ એકદમ સારી રીતે પાક્કો થઈ જશે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago