તુલસીના છોડને હિન્દુ ધર્મમાં આદરણીય માનવામાં આવે છે અને લોકો તેમના ઘરના આંગણે તુલસીનું ઝાડ રોપતા હોય છે. ધાર્મિક શાસ્ત્રો મુજબ હિંદુ ધર્મમાં તુલસીની દેવીની જેમ પૂજા કરવામાં આવે છે. એટલા માટે જ હિંદુ ધર્મમાં માનતા લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોય છે. આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં તુલસીના ઘણા બધા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે
જેને કરવાથી જીવનની તમામ અડચણો દુર થાય છે, અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.ઘરના આંગણે તુલસીનો છોડ વાવવામાં આવે તો તે ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિઓ રહેતી નથી અને તે ઘર પર કોઈ દુષ્ટ પડછાયો પ્રભાવિત નથી થતો.તુલસીનો છોડ ખૂબ પવિત્ર માનવામાં આવે છે, એટલા માટે લોકો તેની પૂજા કરે છે કારણ કે તુલસીના ઝાડને માતા કહેવામાં આવે છે.
તુલસીના છોડ વિશે એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ રોપવામાં આવતો નથી ત્યાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું સુખ અને સમૃદ્ધિ હોતી નથી. તેથી, જો તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માંગતા હોય, તો પછી તુલસીનો છોડ લગાવો.જો તમે તમારા કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માંગો છો, તો તુલસીના છોડને વિધિપૂર્વક ઘેર લાવો.
એટલે તુલસીના છોડને નિમંત્રણ આપીને તમારા ઘેર લઇ આવો. ત્યારબાદ તમે આ તુલસીના છોડને ઘરે લાવ્યા પછી ગંગાજળથી ધોઈ લો અને પછી તેની પૂજા કરો. અને પૂજા પૂરી થયા પછી આ છોડને જમણા હાથથી પીળા કપડામાં લપેટીને બાંધી દો.ભગવાન હનુમાનની પૂજા કરવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.આ સિવાય તુલસીના પાન ઔષધીય ગુણથી ભરેલા છે.
જો તમને કફ અથવા તાવ હોય તો તુલસીના પાનનો ઉપયોગ કરવાથી રાહત મળશે. આવી સ્થિતિમાં તુલસીનો છોડ વાવવા અને તેને જાળવવા વિશે ઘણી વસ્તુઓ કહેવામાં આવે છે.જો તમે તુલસીના છોડની પૂજા કરતા સમયે કોઈ તુલસી મંત્રનો જાપ કરશો તો તે ઉત્તમ રહેશે. આ એક તાંત્રિક ઉપાય છે અને તે કરવાથી તમને પૈસા સંબંધી કામોમાં પણ ઘણી સફળતા પ્રાપ્ત થશે.
અને તુલસીના છોડને જળ ચડાવતા સમયે આ વિશેષ મંત્ર બોલતા જાવ તો સમૃદ્ધીનું વરદાન ૧૦૦૦ ગણું વધી જાય છે.જો તમે જાપ કરશો તો તમારા ઘરમાં પૈસાની વરસાદ થશે અને તમારા ઘર અથવા જીવનમાં કોઈ આર્થિક સમસ્યા નહીં આવે.અમે જે મંત્રની વાત કરી રહ્યા છીએ એ મંત્ર છે “ઓમ ઓમ”. તમારે આ મંત્રને રોજ સવારે તુલસીને જળ ચડાવતી વખતે બોલવાનો છે.
Leave a Reply