શુ તમને ખ્યાલ છે કે તમારા પગ મા પહેરવામા આવતા ચપ્પલ પણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

શુ તમને ખ્યાલ છે કે તમારા પગ મા પહેરવામા આવતા ચપ્પલ પણ તમારા માટે શુભ કે અશુભ સાબિત થઈ શકે છે. જ્યોતિષ અનુસાર ચપ્પલ સાથે સંકળાયેલી અમુક એવી વાતો હોય છે જે આપણા જીવન પર વિશેષ પ્રભાવ પાડતી હોય છે.તમે જોયુ હશે કે તમારા ચંપલ ઉંઘા પડ્યા હોય ત્યારે મોટાભાગ ના વડીલો આપણ ને ટોક્યા કરે છે.

ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ પાછળ શુ રહસ્ય છે. તો ચાલો જાણીએ આજે ચંપલ સાથે સંકળાયેલી આવી જ રસપ્રદ વાતો. ઘર ની બહાર મુકેલા ચંપલ ઉંઘા થઈ જાય તો તેને તુરંત જ સીધા કરી દેવા જોઈએ.જો આવુ ના કરવામા આવે તો તમારો કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે.

વાદ-વિવાદ થી બચવા માટે ચંપલ ઉંઘી થઈ ગઈ હોય તો એક ચંપલ થી બીજી ચંપલ ને મારીને સીધુ મૂકી દેવુ એ અંધવિશ્વાસ છે. જે વ્યક્તિની ચંપલ ઉંઘી થઈ ગઈ છે અને તે ચંપલ કોઈ અન્ય વ્યક્તિ સીધી કરે તો તે વ્યક્તિ બીમાર પડી શકે છે.જ્યારે, તમારી ચંપલ તૂટી જાય છે ત્યારે તમે મોટાભાગે તેને બાજુ પર મુકી દો છો અને એવુ વિચારો છો કે જ્યારે ટાઈમ મળશે ત્યારે તે ઠીક કરાવી લઈશુ.

પરંતુ, એવી પૌરાણિક માન્યતાઓ છે કે આ જ તૂટેલી ચંપલ તમારા ઘરની અશાંતિ નુ કારણ બની શકે છે. ચંપલ અને બુટ ને ક્યારેય પણ ઘ રના ઉંબરા પર કે ઘરના દરવાજા પાસે ઉભા કરીને ના મુકવા જોઈએ. કારણ કે, તેના લીધે ઘરમા નકારાત્મકતા પ્રવેશે છે.એવી પણ માન્યતાઓ છે કે ક્યારેય પણ ઘરના દરવાજા પર ચંપલ ના ઉતારવા જોઈએ.

દરવાજા પર ચંપલ ઉતારવા થી ઘરમા બરકત રહેતી નથી. ઘરના પગથિયા નીચે પણ ક્યારેય ચંપલ ના ઉતારવા જોઈએ અથવા તો ફાલતુ સામાન ના મુકવો જોઈએ. તે પણ અશુભ માનવામા આવે છે. વાસ્તુશાસ્ત્રમા જણાવ્યા મુજબ ક્યારેય પણ ભેંટ મા મળેલા બુટ પહેરવા ના જોઈએ.ભેંટમા મળેલા બુટ પહેરવાથી કેરિયર પર નકારાત્મક અસર પડે છે.

ક્યારેય પણ આપણે તૂટેલા કે ફાટેલા બુટ પહેરવા ના જોઈએ. આ ફાટેલા બુટ આપણા દુર્ભાગ્ય નુ કારણ બને છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફાટેલા બુટ-ચપ્પલ પહેરીને બહાર નીકળવા થી કાર્યક્ષેત્રમા મળેલી સફળતા નિષ્ફ્ળતામા ફેરવાઈ જાય છે.જ્યોતિષ અનુસાર વ્યક્તિના પગમા શનિદેવ વાસ કરે છે

તેથી, શનિવાર ના દિવસે બુટ-ચપ્પલ ખરીદવા ના જોઈએ. જો કોઈ વ્યક્તિ પર શનિની કુદ્રષ્ટિ ચાલી રહી હોય તો શનિવારે મંદિરમા બુટ કે ચપ્પલ છોડીને આવી જવુ જોઈએ. જેથી શનિની ખરાબ અસર નો અંત આવે છે. જો બુટ કે ચંપલ ખોવાઈ જાય તો પણ શુભ માનવામા આવે છે.

બુટ કે ચંપલ ખોવાઈ જવાથી પનોતી દૂર થઈ જાય છે.શનિવાર ના શુભ દિવસે બુટ કે ચપ્પલનુ દાન કરવુ અત્યંત શુભ માનવા મા આવે છે. વિશેષ કરીને ચામડાના બુટ કે ચપ્પલ નુ દાન કરવુ અત્યંત શુભ માનવામા આવે છે. તિજોરી , મંદિર પાસે કે રસોઈઘરમા બુટ કે ચપ્પલ પહેરીને ના જવુ જોઈએ. જમતી વખતે પણ બુટ કે ચંપલ પહેરીને ના બેસવુ જોઈએ. કારણકે, આવુ કરવાથી દુર્ભાગ્યમા વૃદ્ધિ થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *