જો તમે તમારી અધુરી મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો સોમવારના દિવસે કરો આ ઉપાય

શિવનાં દર્શન અને જળાભિષેક બહુ જ શુભ ગણાય છે. ભક્તોના મનોરથ પુરા કરનારા ભોળાનાથની વિધિવત પૂજાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પણ મળે છે. શાસ્ત્રોમાં શિવલિંગના ઘણાં પ્રકાર જણાવવામાં આવ્યાં છે. જો તમે તમારી મનોકામના મુજબ તે શિવલિંગની પૂજા કરશો તો તમારી દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે.

હિંદુ સંસ્કૃતિમાં ભગવાન શિવને મનુષ્ય કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે. સોમવારે ભગવાન શંકરની ભક્તિ, વ્રત જે પણ કાર્ય કરો નિયમથી કરો કારણ કે એમની પૂજામાં નિયમોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ હોય છે.પ્રાચીન કાળથી ચાલી રહેલી ધાર્મિક આસ્થા આ વતાને મહત્વપૂર્ણ જણાવે છે કે સોમવારના દિવસે શિવજીની પૂજા કરવાથી જરૂરથી ફાયદો મળે છે.

ભગવાન શિવજીને ભોલાનાથ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેઓ ભક્તોની થોડી એવી ભક્તિ થી તરત જ પ્રસન્ન થઇ જાય છે. સોમવારે શિવ પૂજાનું અનેરું મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ન થઈ જાય છે. જ્યોતિષમાં પણ દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે.

દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે.આવી જ રીતે દૂધનો ઉપયોગ અનેક ઉપાયો માટે પણ કરી શકાય છે. આ ઉપાય એટલા ચમત્કારી છે કે તેને કરવાની સાથે જ તમને ફરક જોવા મળશે.

જો તમારા જીવનમાં પરેશાની ચાલી રહી છે તો ભગવાન શિવની આરાધના જરૂર કરવી જોઈએ. શિવલીંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે તેમજ મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. શિવપુરાણ અનુસાર શિવલીંગ પર અન્ન, ફૂલ તથા વિભિન્ન વસ્તુઓના જલાભિષેક કરવાથી સર્વ કષ્ટોનું નિવારણ થાય છે.

જો તમે તમારી અધુરી મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો તેના માટે દરરોજ ૨૧ બીલીપત્ર પર ચાંદન થી ઓન નમઃ શિવાય લખીને શિવલિંગ પર અર્પિત કરો.અપરણિત છોકરીઓ માટે સોમવારના દિવસે ભગવાન શંકરનું વ્રત રાખવા અને એમની પૂજા કરવી લાભકારી કહેવાય છે. શિવલિંગની પૂજાથી તમામ પરેશાનીઓ અને રોગોનો અંત આવે છે અને નિરંતર કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે છે.

શિવજીને દૂધ અને ગંગા જળથી અભિષેક કરવો જોઇએ અને એમના મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરવો જોઇએ. જો તમે સોમવાર કરો છો તો દિવસમાં માત્ર એક સમય જ ભોજન કરો અને ભોજન પહેલા ભગવાન શંકરને ભોગ જરૂરથી ચઢાવો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *