વાસ્તુ પ્રમાણે સિંદૂરનુ વિશેષ મહત્વ છે. સિંદૂર દરેક સુહાગન મહિલાના શ્રૃંગારનો મુખ્ય ભાગ છે. સુહાગન મહિલાને તેના સેંથામાં સિંદૂર ભરે છે. શાસ્ત્રોમાં કહ્યુ છે કે મહિલાના સિંદૂર લગાવવાથી તેમના પતિનો આયુષ્ય વધે છે. . રોગોથી તેમની રક્ષા થાય છે.
દરરોજ સૂર્યદેવને અર્ધ્ય આપતા સમયે થોડુ સિંદૂર જળમાં મિકસ કરી લો. તમારા ઘરના બારણા પર સ્વસ્તિકના નિશાન બનાવો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. જે ઘરમાં પતિ-પત્નીમાં હમેશા ઝગડો થાય છે તેને આ ઉપાય જરૂર અજમાવો જોઈએ.
ઘરના મુખ્ય બારણા પર તેલમાં સિંદૂર મિક્સ કરી લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી
સતત 40 દિવસ કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થઈ જાય છે.હિંદુ ધર્મ મુજબ દેવી-દેવતાઓની પૂજા પણ સિંદૂર વગર અધૂરી હોય છે.
ધનની હાનિ થઈ રહી છે તો આ સમસ્યાને દૂર કરવા માટે પાંચ મંગળવાર અને શનિવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરી હનુમાનજીને ચઢાવો. ચમેલીના તેલમાં સિંદૂર મિકસ કરી હનુમાનજીને અર્પિત કરવું. આવું કરવથી ધંધામાં ઉન્નતિ થશે અને ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
સિંદૂરને દર્દીના ઉપરથી ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરવાથી રોગોમાં તીવ્ર લાભ મળે છે. ઘરના મુખ્ય દ્વાર પર સિંદૂર ચઢાવેલ ભગવાન શ્રીગણેશની મૂર્તિ લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. સુહાગન મહિલાને વાળ ધોયા પછી સવારે ગૌરી માતાને સિંદૂર ચઢાવવું જોઈએ અને થોડું સિંદૂર પોતે પણ લગાવવું જોઈએ. આવું કરવાથી લગ્ન જીવન સારું વ્યતીત થાય છે.
Leave a Reply