શિયાળામાં આ રીતે રાખો ત્વચાની સંભાળ નહીં તો જીવનભર થઇ શકે છે આવી ત્વચા.. જાણો ત્વચાની સંભાળ રાખવાની ટિપ્સ

શિયાળામાં દરેક ત્વચા ડ્રાય થઈ જાય છે. શિયાળામાં વાળ અને ત્વચાનું સૌથી વધુ ધ્યાન રાખવુ પડે છે. આવો આજે જાણીએ ત્વચાની કેર વિશે. શિયાળો ત્વચા માટે સૌથી ખરાબ ઋતુ છે ખાસ કરીને જેમની ત્વચા શુષ્ક હોય છે તેમને આ ઋતુમાં અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. જેમ કે ત્વચાની પોપડી જામી જવી, ખણ આવવી વગેરે.

આ મુશ્કેલીઓથી બચવા માટે તમારે દરરોજ થોડો સમય ફાળવી ત્વચાની કેટલીક સામાન્ય કાળજી લેવાની જરૂર હોય છે. શિયાળામાં ત્વચા શુષ્ક થવી બહુ સામાન્ય વાત છે. પણ ત્વચાને મુલાયમ બનાવી રાખવાના માર્ગો પણ સરળ છે. તમે અહીં દર્શાવેલા કેટલાંક માર્ગો અપનાવી તમારા ચહેરાની ખોવાયેલી સુંદરતા અને ચમક પરત મેળવી શકો છો. જાણીએ કેવી રીતે…

વર્કિંગ વુમન હોય કે હાઉસ વાઇફ, બધા પાસે આજકાલ સમયની ઉણપ હોય છે. માટે જ સુંદરતા જાળવી રાખવા અવારનવાર બ્યુટી પાર્લરમાં જવું અશક્ય છે. પણ શિયાળાની ઋતુમાં ત્વચાની દેખરેખ પણ અત્યંત આવશ્યક છે. આવામાં તમે ઘરે બેઠા જ તેની સારી રીતે કેર કરી શકો છો.

ચમક માટે કાકડી : કાકડી નેચરલ ટોનરનું કામ કરે છે. ત્વચા પર દરરોજ કાકડીનો રસ લગાવવાથી તે ગ્લો કરશે. આ રસનો ચહેરા પર મસાજ કરવાથી ડાઘા અને કરચલીઓ પણ ઓછી થાય છે. તો વળી કાકડીની સ્લાઇસ કાપીને તેને આંખ પર મૂકવાથી તમારો થાક દૂર થશે અને આંખોને આરામ મળવાની સાથે તેની નીચેના કાળા કુંડાળા પણ દૂર થશે.

જો તમારા નખ પીળા છે તો એક અઠવાડિયા સુધી તેની પર લીંબુ ઘસતા રહોવ. આમ કરવાથી તેની કુદરતી ચમક પાછી ફરશે. લીંબુના છોતરાને સૂકવીને ઘઉંના લોટ અને બદામ સાથે દળી લો. બોડી સ્ક્રબ તરીકે આ મિશ્રણ અત્યંત ફાયદો કરાવશે.

સામાન્ય શુષ્ક ત્વચા માટે :- એલોવીરા, લીંબુ અને થોરવાળું ક્લિન્ઝર વાપરો. એલોવીરા તમારી ત્વચાનું મોઇશ્ચર પાછું લઇ આવશે. તે એક પ્રકારનું એન્ટીઓક્સિડેન્ટ છે જે તમારી ત્વચાના કોષોને તાજા કરવાનું કામ કરશે. ચહેરા પરના નકામા કોષો પણ એલોવીરાના ઉપયોગથી દૂર થશે, તો વળી ચહેરા પર કરચલીઓ પડવાની સમસ્યામાંથી પણ તમને રાહત મળશે.

ત્વચાને મોઇશ્ચ્યુરાઇઝ્ડ રાખો :- શિયાળા દરમિયાન ત્વચાનું બહારનું લપડ બહુ શુષ્ક થઇ જાય છે માટે ચહેરાના મોઇશ્ચરને જાળવી રાખવા માટે મથ્યા રહેવું બહુ જરૂરી છે. જેમની ત્વચા તૈલી છે તેમણે પણ ત્વચાને મુલાયમ રાખવા માટે ક્લિન્ઝિંગ બાદ મોઇશ્ચ્યુરાઇઝિંગ લોશન અચૂક લગાવવું.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો :- શિયાળામાં સામાન્ય રીતે દરેકને તડકામાં બેસવુ ગમે છે. પણ એ જાણવું જરૂરી છે કે વધારે પડતો તડકો ત્વચાને કરચલીઓ તરફ દોરી જાય છે. માટે તડકામાં જવાની 15 મિનિટ પહેલા સનસ્ક્રીન લોશન લગાવો, જેથી તમે તડકામાં પહોંચશો તે પહેલા સનસ્ક્રીન તમારી ત્વચામાં યોગ્ય રીતે ભળી ગયું હશે. જો તમે તડકામાં 30 મિનિટ કરતા વધુ રોકાવાનો હોવ તો ફરીથી સનસ્ક્રીન લગાવો.

ત્વચાનું પોષણ :- જો તમારી ત્વચા સામાન્ય શુષ્ક હોય તો રોજ સૂતા પહેલા તેને યોગ્ય પોષણ પૂરું પાડો. ત્વચા પર એન્ટી એજિંગ ક્રીમ લગાડો અને થોડા પાણીની સાથે તેને મસાજ કરો. તમારું ક્રીમ વિટામિન એ અને ઇથી ભરપુર હોવું જોઇએ.

વધારે પડતી શુષ્ક ત્વચા માટે :- જો તમારી ત્વચા વધારે શુષ્ક છે તો સાબુ વાપરવાનું છોડી દો. ત્વચા સાફ કરતા પહેલા કે નહાતા પહેલા લીંબુ-હળદરનું ક્રીમ લગાવો. જેની મદદથી તમારી ત્વચાનું મોઇશ્ચર ખાલી થતું અટકી જશે. ત્વચા મુલાયમ પણ બનશે. નાહ્યા બાદ તુરંત જ જ્યારે ત્વચા થોડી ભેજવાળી હોય ત્યારે બોડી લોશન લગાવો. તેનાથી તમારી ત્વચાને મોઇશ્ચર મળશે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago