આપણા શાસ્ત્રોમાં શુભ અને અશુભ સંકેતો વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. આપણી આસપાસ અનેક જીવ-જંતુ રહેતા હોય છે. જેમાં વિવિધ પક્ષીઓ, ખિસકોલી, ગરોળી, કૂતરા, બિલાડી જેવા પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક જીવોને આપણે હાથ પણ લગાડતા હોઈએ છીએ અને કેટલાકને તો આપણે અડતા પણ નથી.
એવો જ એક જીવ છે ગરોળી. પરંતુ આ ગરોળી જો અચાનક આપણા શરીરના કોઈ અંગ પર પડે તો તે કેટલાક શુકન અપશુકન તરફ સંકેત કરે છે. તો આજે જણાવી દઈએ કે પક્ષી શુકનશાસ્ત્ર અનુસાર શરીરનાં વિવિધ અંગો પર ગરોળી પડી હોય તો તેની સાથે જોડાયેલ શુકન કે અપશુકન વિશે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ પુરુષના જમણા અને સ્ત્રીના ડાબા અંગ પર ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર ગરોળી શરીર પર પડ્યા પછી સ્નાન કરવું જ જોઈએ. ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં શુકન-અપશુકનને લઇને પણ ઘણુ જણાવવામાં આવેલું છે.
તે સિવાય તેમા શુભ અને અશુભ અંગે વિગતવાર જણાવ્યું છે. આ અંગે પશુ-પક્ષીઓથી ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે માલૂમ પડે છે. તે કોઇને કોઇ રીતે આપણે ભવિષ્યમાં થનારી ઘટનાઓ અંગે જણાવે છે અને તેના પ્રત્યે આગાહ પણ કરે છે. જેમાથી એક છે ગરોળી.
એવું કહેવામાં આવે છે કે જો ગરોળી મોં પર પડે તો સ્વાદિષ્ટ ખોરાક મળી શકે છે. જે પુરુષની મૂછ પર ગરોળી પડે છે તેને માન-સન્માન મળે છે. એવું કહેવામાં આવે છે કે જો ગરોળી ગરદન પર પડે છે, તો યશમાં વધારો થાય છે.
એવું કહેવામાં આવે છે કે જો ગરોળી દાઢી પર પડે છે, તો જલ્દીથી કોઇ ભયંકર ઘટનાનો સામનો કરવો પડે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ગરોળી મૂછ પર પડે છે ત્યારે તમને માન મળે છે.
શુકન શાસ્ત્ર મુજબ જો ગરોળી જમણા કાન પર પડે તો તે ઝવેરાત મેળવવાનો સંકેત આપે છે. પરંતુ જો ગરોળી ડાબા કાન પર પડે છે, તો ઉંમરમાં વધારો થાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ગરોળી ડાબા ગાલ પર પડે છે, ત્યારે તે કોઈ વૃદ્ધ મિત્રને મળે છે.
જો ગરોળી જમણા ગાલ પર પડે છે, તો તે ઉંમરમાં વધારો થવાની શરૂઆત કરે છે. એવું કહેવામાં આવે છે કે જો ગરોળી નાક પર પડે છે, તો ભાગ્યોદય જલદી થાય છે અથવા તમને જલ્દી સારા સમાચાર મળી શકે છે.
Leave a Reply