વારંવાર ટચાકા ફોડવાથી થઇ શકે છે લાંબાગાળે શરીરને આ નુકશાન…

ઘણા લોકોને જાતેજ આંગળીઓને ફોડવી કે આંગળીઓ માં ટચાકા ફોડવાની આદત હોય છે. આંગળીઓમાં ટચાકા ફોડયા પછી હાથ ને ઘણો આરામ મળે છે જેને કારણે ઘણા લોકો વધારે આંગળીઓમાં ટચાકા ફોડવા લાગ્યા છે. કોઈપણ વ્યકિત જયારે કામ કરીને થાકી જાય એટલે સૌથી પહેલા આંગળીના ટચાકા ફોડતા હોય છે.

ટચાકા ફોડવાથી આંગળીઓને થોડો આરામ જરૂર મળે છે અને એની સાથે લોકો મનથી પણ થોડી શાંતિ અનુભવે છે. પરંતુ શું તમને ખબર છે કે વારંવાર ટચાકા ફોડવાથી લાંબા ગાળે આંગળીઓ અસક્ષમ બની જાય છે. આ ટેવ વિષે કોઈ કોઈ શીખવતું પણ નથી.  છતાં પણ આ ટેવ જાતે જ પડી જાય છે.

ઘણા વ્યકિતઓ સવારે ઉઠીને પણ ગરદન, હાડકાના ટચાકા ફોડતા જોવા મળે છે. પરંતુ આવી રીતે આંગળીઓનાં કડાકા બોલાવવા ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. આ ટેવ એક ભયાનક રોગને પણ જન્મ આપી શકે છે. જો તમને પણ તે ટેવ હોય તો આવી રીતે છોડી શકો છો પોતાની આ ટેવ.

હાથ-પગની આંગળીઓનાં ટચાકા ફોડવાથી સાંધાની આસપાસનાં મસલ્સ અને હાથને પણ આરામ મળે છે, પરંતુ લાંબા ગાળે મોતી બિમારીનો ભોગ પણ બને છે. આપણા હાડકા લીગામેંટ સાથે એક બીજા જોડે સંકળાયેલ હોય છે. જેને સાંધા કહેવાય છે. આ સાંધાની વચ્ચે એક લિકવીડ પણ હોય છે.

ટચાકા ફોડવાથી આ લિકવીડ ઓછુ થાય છે. આ લિકવીડ સાંધામાં ગ્રીસ સમાન હોય છે.જે હાડકાને એક બીજા સાથે ઘસાતા અટકાવે છે. ત્યારે વારંવાર ટચાકા ફોડવાથી આ દ્રવ્ય ઓછુ થાય છે. અને સાંધાની પકડ નબળી થતી જાય છે. તેમજ લાંબાગાળે ગઠીયાના રોગનું કારણ બને છે. સામાન્ય રીતે જોવામાં આવતા ટચાકા ફોડવાની આદતને અટકાવવી ખૂબ જ જરૂરી હોય છે.

ટચાકા ફોડવાની ટેવ દૂર કરવા માટે તમને જયારે આંગળીઓ રિલેકસ કરવાનો વિચાર આવે ત્યારે તમે તમારા મનને બીજા કામમાં પોરવી શકો છો. ઘણા લોકો જયારે નવરાશની પળોમાં, આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે પણ ટચાકા ફોડતા હોય છે. તો આવા સમયે આંગળીઓને અન્ય એક્ટીવીટી કરાવવી જોઈએ, જેથી કરીને તમારૂ મન બીજી પ્રવૃત્તિઓ માં લાગશે અને તમે ટચાકા ફોડવાનું ભૂલી જશો.

ટચાકા ફોડવાની આદત તમને લાંબાગાળે નુકશાન કરી શકે છે. એટલે કે આ આદતના કારણે વ્યકિતના આંગળા મોટી ઉંમરે સારી રીતે કામ કરી શકતા નથી તેમજ આંગળીઓમાં દુ:ખાવો પણ થાય છે. નાનુ કે મોટુ કોઈ પણ કામ હાથની આંગળીઓ મારફત જ થતું હોય છે એટલા માટે આંગળીઓને સક્ષમ રાખવી ખૂબ જરૂરી છે. તેથી ટચાકા ફોડવાની અત્યંત ગંભીર આદતને અટકાવવી જ જોઈએ.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago