શરીરમાં ખનીજોની ઉણપ આવી ગઈ હોય તો તમારા આહારમાં સામેલ કરો આ વસ્તુ

શરીરની બીમારીનેો સૌપ્રથમ ભોગ પાંચનતંત્ર બને છે. પાનચતંત્ર નબળું પડવાથી તેની કેપેસીટીથી વધુ ખોરાક પાચનતંત્ર પચાવી શકતું નથી, અને પચ્યા વિનાનો ખોરાક શરીરને વધુ નબળુ પાડી શરીરમાં ઉપદ્રવો શરૂ કરે છે.શરીર પોતાની જાળવણી, પોષણ, વિકાસ, રીપેરીંગ, આરામ, સંતુલન, અને રક્ષણ કરવા આપણી પાસે કરાવી લે છે.

આજકાલની દોડધામ ભરેલા જીવનમાં આરામ મલવો મુશ્કેલ બની ગયો છે પરંતુ જો આરામ કરવા છતાં પણ આપણા શરીરમાં નબળાઈ અને આળસનો અનુભવ થાય છે તો તેનો સીધે સીધો અર્થ એ છે કે તમારા શરીરમાં થોડા મિનરલ્સ એટલે ખનીજોનું ઉણપ આવી ગઈ છે. અમે તમને જણાવી આપીએ કે ક્યા મિનરલ્સની ઉણપથી એવું થાય છે.

મેગ્નીશીયમ : શરીરના 60 ટકા મેગ્નેશીયમ હાડકાઓમાં અને બાકી 40% માંસપેશીઓ અને સોફ્ટ ટીશ્યુસમાં રહે છે. મેગ્નિશિયમ કાર્બોનેટથી હૃદયની બીમારી સહિત વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે.મેગ્નેશીયમની ઉણપ થવાથી થાક, નબળાઈ, જીવ ગભરાવો, ઉલટી વગેરે લક્ષણ જોવા મળે છે. આ ખનીજની ઉણપ પૂરી કરવા માટે તમારે તમારા આહારમાં મગફળી, બાદમ, આખું અનાજ અને લીલા પાંદડા વાળા શાકભાજી સામેલ કરવા જોઈએ.

આયરન : એનિમિયાનું આ એક મુખ્ય કારણ છે. હિમોગ્લોબિનમાં આયરનનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. ઓનિમિયા થવાનું મુખ્ય કારણ વિટામીન B-12 કે ફોલિક એસિડ અને આયરનની ઉણપ હોય છે. પોતાના ભોજનમાં 6 પ્રકારના ખોરાક દ્વારા તમે આ ઉણપને દૂર કરી શકો છો. આ સૌથી વધુ સામાન્ય રીતે જોવા મળતી ઉણપ છે. આપણી રક્ત કોશિકાઓમાં શરીરના અડધાથી વધુ આયરન મળી આવે છે. તેની ઉણપથી નબળાઈ, થાક, આંખોની આગળ અંધારું આવવું વગેરે લક્ષણ જોવા મળે છે.

જીંક : જીંક એક જરૂરી ખનીજ છે, જે પ્રોટીન સંશ્લેષણ, ડી એન એ સંશેલષણ અને રોગ પ્રતિકારક શક્તિને વધારવાના કામમાં આવે છે. ગર્ભાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થામાં તેની પૂર્તિ થવી જરૂર છે. જીંક મળે છે રેડ મીટ અને પોલ્ટ્રી જેવા ઉત્ત્પાદનોમાં. શાકાહારી લોકો માટે કઠોળ, આખુ અનાજ અને દૂધ માંથી બનેલી વસ્તુઓ માંથી જીંકનું ઘણું પ્રમાણ મળી જાય છે. આ ખનીજની ઉણપ થવાથી ઝાડા, વાળ ખરવા અને પુરુષોમાં નપુંસકતાની તકલીફ થઇ શીકે છે.

પોટેશિયમ :દરેક સજીવના કોષના કાર્યક્ષમતા માટે પોટેશિયમ જરૂરી છે.આ ખનીજ શરીરમાં ઇલેક્ટ્રોલાઈટની જેમ કામ કરે છે અને હ્રદયની કાર્યપ્રણાલી, માંસપેશીઓમાં સંકોચન અને નર્વસ સીસ્ટમને ઠીક કરવાનું કામ કરવા માટે કામ કરે છે. પોટેશિયમની ઉણપના લક્ષણોમાં જુના પાંદડા છેડા પર બળેલા કે કપાયેલા લાગે છે તેમજ છોડ અને મૂળનો નબળો વિકાસ જોવા મળે છે. તેની ઉણપ થવાથી માંસપેશીઓમાં નબળાઈનો અનુભવ થાય છે. કબજીયાત, સોજા કે પેટનો દુઃખાવો પણ તેના લક્ષણ છે.

કેલ્શિયમ : કેલ્શિયમ મજબુત હાડકા અને મજબુત દાંત માટે જરૂરી છે. તેની ઉણપ થવાથી થાક, ભૂખની ખામી, માસપેશીઓમાં નબળાઈ, અનિયમિત ધબકારા વગેરેની સમસ્યા થઇ જાય છે. એટલા માટે જરૂરી છે કે તમે ખાવામાં દૂધ, દહીં, પનીર, સફરજન, વટાણા, બ્રોકોલી અને કોબીનો ઉમેરો કરો. પલાળેલી બદામ પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago