સવારે ઊઠીને કરવામાં આવે આ કામ તો તમે પણ બની શકો છો માલામાલ

ઘણા લોકો સવારમાં ઉઠીને તરત જાણે-અજાણે અમુક એવા કામ કરી લેતા હોય છે કે જેને કારણે તેના આખા દિવસ પર ખરાબ અસર પડે છે.ઘણા લોકો સવારમાં ઉઠીને જેવા કામ કરતા હોય છે કે જેને કારણે એ વ્યક્તિનો આખો દિવસ ઘણો શુભ નીકળે છે.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એવી વસ્તુઓ કે જે સવાર સવારમાં જો તમને દેખાઈ જાય તો તમે પણ બની શકો છો માલામાલ.

ઉઠીને તરત જ અરીસામાં જોવાની ટેવ હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે આખી રાત સૂતા હોઈએ ત્યારે આપણા શરીરની અંદર નકારાત્મક ઉર્જાઓ નો વાસ થયો હોય છે,અને જ્યારે સવારમાં ઉઠીને તરત જ આપણે અરીસામાં આપણું મુખ જોઈએ છીએ

ત્યારે તરત જ આપણા આંખોમાંથી એ નકારાત્મક ઉર્જા અરીસામાં ફેંકાય અને ફરીથી આપણા શરીર પર પડે છે અને જે તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર ઉત્પન્ન કરે.ઘણા લોકોને એવું પ્રશ્ન હોય છે કે જો સવાર સવારમાં અરીસામાં આપણું મુખ ન જોઈએ તો સવાર સવારમાં કે નું મુખ જોવું જોઈએ તો તેનો જવાબ પણ જ્યોતિષશાસ્ત્ર ની અંદર આપવામાં આવ્યો છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે જો સવારમાં ઉઠીને પહેલા જ આપણે આપણા ઇષ્ટદેવ ના દર્શન કરીએ અથવા તો તેનો ચહેરો જોઈએ તો તેને સૌથી શુભ માનવામાં આવે છે.સવાર સવારમાં કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોવા ના કારણે તેના ચહેરાના રહેલા ભાવના કારણે તમારા શરીરમાં નકારાત્મક ઉર્જાઓ આવી શકે છે.

અને આથી જ જ્યોતિષશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે સવાર સવારમાં ઉઠીને ઇષ્ટદેવ નો ચહેરો જોવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો સવાર સવારમાં ઘરથી બહાર નીકળતી વખતે તમને રસ્તા ઉપર કોઈપણ વ્યક્તિ સંજવારી વાર તો દેખાઈ અથવા તો કચરો ઉપાડતો દેખાય અથવા તો કોઈ પણ સફાઈ કર્મચારી દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર ની અંદર સફાઇ કર્મચારીને સનીદેવ સાથે સીધો સંબંધ હોય છે અને આમ કરવાથી શનિદેવની કૃપા તમારા ઉપર બની રહે છે.ધર્મશાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે એટલે તમારા હાથના આગળના ભાગમાં માતા લક્ષ્મી મધ્યભાગમાં માતા સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ હોય છે. આથી જ સવાર સવારમાં હાથે ના દર્શન કરવા પણ ખૂબ જ સરસ માનવામાં આવે છે.

જો સવાર સવારમાં તમે કોઈ પણ વ્યક્તિ પૂજા કરતો હોય ઘંટ વગાડતો હોય અથવા તો સંતોનો અવાજ સંભળાઈ જાય તો તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.જ્યારે સવાર સવારમાં કોઈ પણ વ્યક્તિ પૂજા કરતો હોય અને તેનું દર્શન તમે જોઈ લો તો ભગવાનના સીધા જ આશીર્વાદ તમારા ઉપર પડે છે, અને તેના કારણે તમારા શરીરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *