ઘરે બનાવો એકદમ બજાર જેવા જ રવાના સોફ્ટ મીઠા રસગુલ્લા.

આજે અમે લઈને આવ્યા છીએ સ્પેશિયલ રવા ના રસગુલ્લા. દિવાળીમાં ગૃહિણીઓ ઘરે જ મીઠાઇ બનાવતી હોય છે. ત્યારે જો તમે કોઇ ઝટપટ બનતી મિઠાઇની શોધમાં છો તો આજે અમે તમને આવી જ રસગુલ્લાની એક રેસીપી જણાવવા જઇ રહ્યા છે.મીઠા, રસ થી ભરેલા બંગાળી રસગુલ્લા કોને પસંદ નથી.

આ રસગુલ્લા ને જોતા જ તમારા ઘરના લોકોના મોઢામાં પાણી આવી જશે. અને તેના પનીર હોવાથી સ્વાસ્થયની રીતે પણ તે લાઇટ પણ હેલ્થી મીઠાઇ છે. આજે અમે તમને રસગુલ્લા બનાવવાની રેસીપી જણાવીશું. તો ચાલો જાણી લો તમે પણ રસગુલ્લા આ રેસીપી

સામગ્રી

  • પાણી
  • ખાંડ
  • ગાયનું દૂધ (ઓછા ફેટનું દૂધ)
  • લીંબુનો રસ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણ માં દૂધ અને ખાંડ નાખીને ગેસ પર મીડીયમ તાપે મુકોપછી તેમાં 1 ચમચો લીંબુનો રસ લઇને તેને ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જાવ અને દૂધને હલાવતા રહો.
  • થોડી વારમાં પાણી અને પનીર છૂટું પડી જશે. ગેસ પરથી ઉતારીને 2 મિનિટ પછી પાતળા કપડામાં નીતારી તેની ઉપર ઠંડુ પાણી નાખો, જેથી પનીરમાંથી વરાળ અને લીંબુની ખટાશ દૂર થઈ જશે.હવે કપડાની પોટલી બનાવીને તેમાંથી બધું જ પાણી નીચોવી લેવું.

 

  • આ પછી પનીરને એકદમ લીસ્સુ બની જાય ત્યાં સુધી ખૂબ મસળતા રહો. તેમાં કણીઓ ન રહેવી જોઈએ. હવે તેમાંથી નાના નાના ગોળા બનાવી લો.
  • ત્યાર પછી ગેસ પર એક કૂકરમાં પાણી અને ખાંડ લઈને ઉકળવા મૂકો. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો. પછી એક એક કરીને બધા પનીરના ગોળા તેમાં નાખી દો. ગેસનું ઢાંકણું બંધ કરી તેના પરથી સિટી કાઢી નાખો.

 

  • પછી એને મધ્યમ તાપ પર 15-20 મિનિટ સુધી રહેવા દેવા. પછી કૂકરનું ઢાંકણું ખોલીને ચાસણીમાં ગુલાબજળ ઉમેરી શકો છો.પહોળા બાઉલમાં કાઢી લેવા.
  • તૈયાર છે રવાના રસગુલ્લા. વરાળ નીકળી જાય પછી તેને ફ્રીઝમાં મૂકી ઠંડા કરી લેવા.હવે તેને પિસ્તાના કતરણ અને કેસર થી સજાવટ કરીને સર્વ કરી શકો છો.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *