ભવિષ્ય પુરાણ પ્રમાણે, ધનતેરસના દિવસે જાતક પોતાની રાશિ પ્રમાણે ખરીદી કરે તો તેના માટે વધારે શુભ અને મંગળકારી સાબિત થાય છે.ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીએ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વન્તરી એટલે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે જ આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે વસ્તુ ખરીદવાથી ધનમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં નવી-નવી વસ્તુ ખરીદીને લાવે છે, પરંતુ શું તમે જાણો છો કે, જો તમે પોતાની રાશિ પ્રમાણે વસ્તુ ખરીદો છો તો તમારે માઁ લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે અને જો તમે આ વસ્તુ વિશે નથી જાણતા તો તમારે આજે તેના વિશે જણાવીશું.
આ દિવસે લોકો સોનું ચાંદી પીત્તળ તાંબુ વગેરે પોતાના સામર્થ્ય અનુસાર કંઈક ખરીદી કરે છે.આ વખતે કઈ રાશિ એ કઈ ધાતુની વસ્તુ લેવાથી તેના માટે લાભદાયી સાબિત થશે તેના વિશે જ્યોતિષાચાર્યએ જણાવ્યું હોય છે, ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે
ચાલો જાણીએ ધનતેરસ પર રાશિ પ્રમાણે શું ખરીદવું.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે જો તેઓ પિતળની વસ્તુઓ ખરી છે તો તે શુભ સાબિત થશે. આથી ધનતેરસના દિવસે આવા લોકોએ પિતળની કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતક ધનતેરસ પર તાંબા અને ચાંદીના વાસણ ખરીદી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે ધનતેરસના દિવસે તાંબાની ધાતુ ની કોઈપણ વસ્તુ લઈ શકાય. તાંબાની વસ્તુ ખરીદવાથી મિથુન રાશિના લોકોને વિશેષ લાભ થઇ શકે તેમ છે.
કર્ક રાશિ
ધનતેરસના દિવસે કર્ક રાશિના જાતક ચાંદીની વસ્તુઓ અને ઈલેક્ટ્રોનિક્સ સામાન ખરીદી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતક ધનતેરસ પર કાંસાના વાસણ અથવા કપડા વગેરે ખરીદી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતક ધનતેરસ પર ગણેશદીની મૂર્તિ અને સોનાના દાગીના ખરીદી શકે છે.
તુલા રાશિ
ધનતેરસના દિવસે તુલા રાશિના જાતક કપડા અને સૌંદર્યનો સામાન વગેરે ખરીદી શકે છે.
વૃશ્વિક રાશિ
વૃશ્વિક રાશિના જાતકોની વાત કરીએ તો તેને ધનતેરસના દિવસે ઈલેક્ટ્રનિક ઉપકરણ અને સોનાના દાગીની વગેરે ખરીદી શકે છે.
ધનુ રાશિ
ધન રાશિના લોકો માટે પંચ ધાતુથી બનેલી ચીજ ખૂબ જ શુભ સાબિત થઈ શકે, ધન તેરસ પર આ રાશિના લોકોએ આ વસ્તુ લઈ શકાય.
મકર રાશિ
મકર રાશિના જાતક ધનતેરસના દિવસે વાહન, કપડા અને ચાંદીના દાગીના ખરીદી શકે છે.
કુંભ રાશિ
ધનતેરસ પર કુંભ રાશિના જાતક બુટ-ચપ્પલ અથાવ સૌંદર્યનો સામાન ખરીદી શકે છે.
મીન રાશિ
મીન રાશિના જાતક ધનતેરસ પર તાંબા અથવા ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદશે તો તેમના માટે શુભ રહેશે.
Leave a Reply