આ દર્દીઓ માટે પ્રોટીનનું સેવન કરી શકે છે લિવર ખરાબ, જાણો કઈ રીતે

સામાન્ય રીતે દૂધ આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે, કારણ કે દૂધ શરીરમાં જરૂરી પોષક તત્વોની કમીને દૂર કરે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.દૂધ શરીરનો વધુ સારો વિકાસ કરવામાં મદદ કરે છે.દૂધ એક એવી વસ્તુ છે જે પીવાથી ખુબજ ફાયદો થાય છે. આપણાં વાળ, સ્કિન, હાડકાંઓ માટે પણ દૂધ જરૂરી છે

પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકો માટે દૂધ ધીમા ઝેરનું કામ કરે છે. ચાલો જાણી લો કોણે દૂધ ન પીવું જોઈએ.આયુર્વેદ અનુસાર જે લોકોને ફેટી લિવરની સમસ્યા હોય છે તેમણે દૂધથી દૂર રહેવું જોઈએ, કારણ કે ફેટી લિવરને કારણે દૂધને પચાવવામાં મુશ્કેલી થાય છે, સાથે જ દૂધને કારણે લિવરમાં સોજો અને ફેટ વધે છે.

દૂધમાં પ્રોટીન ભરપૂર હોય છે અને ફેટી લિવરના દર્દીઓ માટે પ્રોટીનનું સેવન લિવર ખરાબ કરી શકે છે.ફેટી લિવરના દર્દીઓને લિવરમાં ફેટ જમા થવું, સોજો આવવો અથવા ફાઈબ્રોઈડ્સ થવાની સમસ્યાઓ થઈ શકે છે. આ બધી સમસ્યાઓ ત્યારે ગંભીર સ્વરૂપ લઈ લે છે જ્યારે પીડિત વ્યક્તિ પ્રોટીનયુક્ત ડાયટ લે છે અને દૂધ પ્રોટીનનો સોર્સ છે.

જેથી આવા લોકોએ દૂધ પીવું જોઈએ નહીં. જોકે, ફેટી લિવરના દર્દીઓ દહીં અને છાશનું સેવન સીમિત માત્રામાં કરી શકે છે. છાશમાં હીંગ અને જીરું નાખીને પીવાથી લાભ થાય છે.આમાં વ્યક્તિના લિવર પર વધુ પ્રમાણમાં ફેટ જામી જાય છે અને તેના કારણે લિવરના કાર્યમાં અવરોધ પેદા થાય છે. જ્યારે લિવરના કામ કરવાની ગતિ ધીમી પડી જાય છે ત્યારે તેની અસર મેટાબોલિઝ્મ પર થાય છે.

ફેટી લિવરની સમસ્યા હોય છે તેમનું પેટ હમેશા ખરાબ રહે છે. એવું એટલે થાય છે કે જમતી વખતે આ લોકોને પેટ ભરાઈ ગયું હોવાનો સિગ્નલ મળતો નથી અને તેના કારણે આ લોકો ભૂખ કરતા વધુ ખાઈ લે છે. જેના કારમે પેટમાં ભારેપણું, ગેસ, અપચો, આળસ, થાક અને વજન વધવા કે ઘટવાનીસમસ્યા થાય છે.

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *