ઘણા લોકોને કોઈ રોગ કે સમસ્યા ન હોય તો પણ ખંજવાળ આવતી રહે છે. આ ખૂબ સામાન્ય છે, જો કે વધારે પડતી ખંજવાળ એ ચેપનું કારણ પણ હોઈ શકે છે.જો રોગનું કોઈ લક્ષણ ન હોય અને ફક્ત અચાનક જ શરીરમાં ખંજવાળ શરૂ થાય છે તો તેનું કારણ અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરના દરેક ભાગોમાં ખંજવાળ આવવાના ઘણા અર્થ હોય છે.
શરીરના કોઈ ભાગ પર ખંજવાળ આવે છે, તો પછી તેનો અર્થ શું થાય છે તેના વિશે અમે તમને આજે જણાવીશું, તો ચાલો જાણી લઈએ એના સંકેત વિશે..સમુદ્ર શાસ્ત્ર ની અનુસાર જ્યારે પણ આપણા શરીર ના કોઈ પણ ભાગ માં ખંજવાળ આવે છે તો આપણે ખંજવાળવા ની સાથે સાથે વિચાર માં પણ ખોવાઈ જઈએ છીએ કે આનાથી શું પરિણામ આવશે.
શરીર પર ખંજવાળ આવવાના પણ ઘણા સંકેત છે આપણી સાથે ઘટતી કોઈ પણ પ્રાકૃતિક ઘટનાઓ આપણા ભવિષ્ય તરફ ઈશારો કરે છે. હંમેશા આપણી સાથે કે પછી આપણા શરીરમાં થતી ઘટના આપણને ભવિષ્ય વિશે જણાવે છે. એવામાં સમુદ્ર શાસ્ત્ર મુજબ શરીરમાં ખંજવાળ આવવાના પણ ઘણા સંકેતો હોય છે
- જો પગમાં ખંજવાળ આવતી હોય તો તમે કોઈ મોટી યાત્રા પર અથવા તો કોઈ જગ્યાએ ફરવા જી શકો છો એવા સંકેત દર્શાવે છે.
- માથાના પાછળના ભાગ માં ખંજવાળ આવતી હોય તો તમારી ઓફીસ અથવા કાર્ય સ્થળ પર કોઈ મોટો લાભ મળી શકે છે. તેમજ તમારું પ્રમોશન પણ થઇ શકે છે.
- જો કોઈને અચાનક જમણા હાથમાં ખંજવાળ શરૂ થઇ જાય છે તો પછી આ નિશાની ખૂબ સારી છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિને પૈસા અને ફાયદાઓ મળશે.
- જો આ ખંજવાળ ડાબા હાથમાં આવે છે, તો તે ધનની નિશાની છે. આ સૂચવે છે કે અચાનક પૈસા ક્યાંક ખોવાઈ જશે અથવા વધારે પૈસા ખર્ચ થશે.
- આંખમાં ખંજવાળ આવે એટલે પૈસા પ્રાપ્ત થાય એટલે કે પૈસા મળવાના સંકેત. એવું શક્ય થઇ શકે છે કે તમે ક્યાંકથી ઉધાર આપેલ પૈસા અથવા કોઈ સંપત્તિના પૈસા અથવા રોકાયેલા પૈસા મળી શકે છે.
- પુરુષોને છાતી પર કોઈ સમયે ખંજવાળ આવતી હોય તો તેને પોતાના પિતાની સંપત્તિ મળી શકે છે અને જો મહિલાઓને છાતી પર ખંજવાળ આવતી હોય તો તેમના સંતાનોને કોઈ પ્રકારની બીમારી થવાની સંભાવના દર્શાવે છે.
- હોઠો પર ખંજવાળ આવતી હોય તો તેનો અર્થ એવો થાય છે કોઈ તમને સ્વાદિષ્ટ ભોજન કરવાનું છે અથવા તો ક્યાય થી સ્વાદિષ્ટ ભોજન મળી શકે છે.
- પીઠ પર ખંજવાળ આવતી હોય તો તેનો મતલબ એમ થાય છે કે તમારા ઘરે બીમારી અને કોઈ પણ પ્રકારનું દુખ કે મુસીબત આવવાની છે.
Leave a Reply