નિયમિત રીતે ગાજર ખાવાથી અથવા તેનો રસ પીવાથી શરીરને આ સમસ્યાઓથી બચાવી શકો છો

ફળ ખાવાનું કોને પસંદ નથી હોતું, તમારા સ્વાસ્થ્ય માટે તે ખૂબ સારા હોય છે. આ બધામાં કેટલાક સિઝનલ ફળ પણ હોય છે. તમારા સ્વાસ્થ્ય માટે તે ઘણા લાભદાયક છે.શિયાળાની ઋતુમાં ગાજરનુ શાક ખાવાનું લોકો ઘણું પસંદ કરે છે પરંતુ દરરોજ કાચા ગાજર ખાઓ કે તેનો જ્યુસ પીવાથી તમારી ઘણી હેલ્થ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે.

ગાજર આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઔષધિય ગુણોથી ભરપૂર ગાજરનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે.કાચા ગાજર નિયમિત રીતે ખાવાથી અથવા તેનો રસ પીવાથી તમે તમારા શરીરને ઘણી સમસ્યાઓથી બચાવી શકો છો, ગાજરમાં ઘણી બધી ઔષધીય ગુણધર્મો હોય છે, જે આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

અમે તમને જણાવી દઈએ કે શિયાળમાં ગાજર ખાવાના અલગ જ ફાયદા છે. તેનાથી તમને આરામ રહે છે. દરરોજ ગાજર કે તેનો જ્યુસ પીવાથી તમારું શરીર ગરમ રહે છે. તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે.

ગાજરના રસના ફાયદા: ગાજરમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોયછે. ગાજરમાં ફાઈબર હોવાથી તે વજન ઘટાડવામાં ઉપયોગી છે સાથોસાથ તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, શરીરમાં કોલેસ્ટ્રોલનુંપ્રમાણ પણ ઘટાડે છે.

રોજ સવારે ખાલી પેટ પર અડધો ગ્લાસ ગાજરના રસમાં પાલકનો રસ નાખો અને ત્યારબાદ તેમાં શેકેલી જીરું, કાળા મીઠું નાખીને પીવો.  તેનાથી શરીરની નબળાઇ દૂર થાય છે.

જો તમને પેટની સમસ્યા હોય છે, તો આ માટે ગાજરના રસમાં લીંબુનો રસ અને પાલકનો રસ નિયમિત રીતે પીવો, તેનાથી પેટ સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

ગાજરમાં કેલ્શિયમ પેક્ટીન ફાઇબર, વિટામિન એ, બી અને સી વધુ પ્રમાણમાં હોય છે જે કોલેસ્ટરોલના સ્તરને નિયંત્રિત કરીને હૃદયરોગના રોગોનું જોખમ ઘટાડે છે.

ગાજરમાં રહેલાં સત્વો આમ પણ આ સીઝનમાં શરીર માટે હેલ્ધી ગણાય છે. એવામાં ડિઝર્ટમાં જો ગાજરનો હલવો ખાવામાં આવે તો એ સ્વાદ સાથે હેલ્થ પણ જાળવે છે. ભારોભાર ઘી અને કાજુ-બદામવાળો હલવો જો યોગ્ય માત્રમાં ખાવામાં આવે તો કૅલરીની ચિંતા કરવાની જરૂર નહીં પડે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago