મંગળવારના પવિત્ર દિવસે આ કામ કરવાથી મુશ્કેલીઓ થાય છે દૂર

મંગળ દોષ પ્રભાવિત વ્યક્તિ ને માંગલીક કહેવામાં આવતું હોય છે. નવ ગ્રહ કુંડળીના વિવિધ પ્રકારના ભાવોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. અને પોતાના સ્વભાવ મુજબ તે દરેક વ્યક્તિને પ્રભાવિત કરતા હોય છે.જો કોઈપણ વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ છે. તેમને આવનારા સમયમાં એક પ્રકારની મુશ્કેલીનો પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

અને તેમને લગ્નમાં ખૂબ જ વધારે મોડું થઈ શકે છે. પરંતુ ધન સંબંધમાં તેમને પણ અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે.આવી પરિસ્થિતીમાં મંગળ ગ્રહના મંગળ દોષ નું નિવારણ કરવું અતિ આવશ્યક છે. તેમને જમીન સંબંધિત કોઈપણ કામકાજમાં વધારે પડતી મુશ્કેલી આવી શકે છે. મંગળ દોષથી પીડાતા વ્યક્તિએ દર મંગળવારના દિવસે ઉપવાસ રાખવો

મંગળવારનું વ્રત કરવું જોઈએ. આખો દિવસ પવનપુત્ર શ્રી હનુમાન દાદા નું ધ્યાન ધરવું જોઈએ. અને મંગળવારના દિવસે હનુમાન દાદા ના ચરણો પરથી સિંદૂર લઈ અને તમારા માથા ઉપર તેમનું તિલક કરવું જોઈએ. મંગળવારના પવિત્ર દિવસે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ

મંગળવારના પવિત્ર દિવસે સુંદરકાંડ નો પાઠ અને બજરંગબાણનો પાઠ અને હનુમાન અષ્ટક મંત્ર નો પાઠ કરવો જોઈએ. અને તે ઉપરાંત મંગળવારના કોઈ પણ પવિત્ર દિવસે કોઇપણ લાલ વસ્ત્રમાં મસૂરની દાળ લેવી જોઈએ.જો કોઇ પણ વ્યક્તિ ની કુંડલીમાં મંગળ ગ્રહ અશુભ સ્થિતિમાં છે.

તેમને મંગળ ગ્રહના અશુભ પ્રભાવથી મંગળ ગ્રહના દોષ નો સામનો કરવો પડે છે. એ.ટલા માટે મંગળવારે આ મંગળ ગ્રહના ઉપાય કરવાથી તમારું મન અતિ શાંત થશે અને આ ઉપાય તમે મંગળવારના પવિત્ર દિવસે મંગળ દેવને પ્રસન્ન કરવા માટે કરી શકો છોતે ઉપાય કરવાથી મંગળના દોષ દૂર થાય છે.

નિવારણ માટે તમારે હનુમાન દાદા ની પૂજા વિશિષ્ટ ફળ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. હનુમાન દાદાને આધારિત કોઈપણ કાર્ય કરવામાં આવે તેમની પ્રાર્થના કરવામાં આવે તો મંગળદોષ માંથી મુક્તિ મળે છે.કોઈ પણ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ. અને કોઈ પણ વસ્તુ કરવામાં ઉતાવળ નો સ્વભાવ ન રાખવો જોઈએ.

કોઈ પણ વસ્તુ સમજ્યા વિચાર્યા વગર ન કરવી જોઈએ. એ.ટલા માટે કોઈ પણ નિર્ણય લેતી વખતે યોગ્ય પ્રકારે વિચાર કરવો જોઈએ.દોષથી મુક્તિ મેળવવા માટે કોઈપણ વ્યક્તિએ બનવાનો જ્યારે તમારા વિવેક સ્વભાવ નો ઉપયોગ કરી અને તમારા કામમાં આવતી તમામ પ્રકારની કમી દૂર કરવી જોઈએ.

મંગળ દોષ થી પીડાતા વ્યક્તિ એ ઘરની બાલ્કનીમાં કે ઘરના ચોકમાં કે ઘરના આંગણામાં લાલ રંગના ફૂલ વાળો છોડ લગાવવો જોઈએ.તેમની સાર સંભાળ રાખવી જોઇએ. તેમાં લાલ કલરનું ફુલ આવશે એટલે તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થશે અને હનુમાન આરાધના એક રામબાણ ઈલાજ છે.

જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થઈ શકે છે.કારણ કે હનુમાન દાદાને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના સ્વામી ગણવામાં આવે છે. એ.ટલા માટે જો કોઇ પણ વ્યક્તિ ઉપર હનુમાન દાદાની કૃપા થાય તો તે કોઈ પણ ગ્રહ કે નક્ષત્ર કોઈ પણ નુકસાન પહોંચાડી શકતું નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *