કહેવાય છે કે મૃત્યુ ક્યારે આવે છે એકોઈ નથી જાણતું, પરંતુ મૃત્યુ એ એક એવું સત્ય છે જેનાથી દરેક લોકો ડરે છે.અને મોટા ભાગના દરેક લોકોને એ જાણવાની ઈચ્છા હોય છે કે એમનું મૃત્યુ ક્યારે થશે અને કેવી રીતે થશે. પરંતુ કેટલાક એવા સંકેતો પણ છે, જે મૃત્યુ આવતા પહેલા આપણને ચેતવણી આપી દેતા હોય છે કે હવે વ્યક્તિ થોડાક જ દિવસ આ ધરતી પર રહેવાના છે.
તમને કદાચ વિશ્વાસ નહિ થાય પરંતુ ભગવાન શિવજી એ ખુદ માતા પાર્વતીજી ને મૃત્યુના આ સંકેતો વિશે જણાવ્યું હતું. તો ચાલો જાણીએ એ સંકેતો વિશે જે ભગવાન શિવજી એ માતા પાર્વતીને જણાવ્યા હતા. સંકેતો આપણને મૃત્યુ પહેલા જ મળી જાય છે પરંતુ આપણે તેને નજર અંદાજ કરતા હોઈએ છીએ. આવા સંકેતો મળે એટલે સમજી જવું કે વ્યક્તિનું મૃત્યુ ટુક સમય માં જ થવાનું છે.
જે વ્યક્તિને અચાનક ચંદ્રમાં અને સુરજ, કાળા દેખાવા લાગે અને દરેક દિશાઓ ઘૂમતી હોય એવુજ લાગ્યા કરતું હોય તો એ વ્યક્તિનું મૃત્યુ ૬ મહિનામાં થઇ જાય છે. જો ચંદ્રમાં અથવા સૂર્યની આસપાસ કાળો અથવા લાલ ઘેરાવો દેખાવા લાગે તો સમજી જવું કે વ્યક્તિનું મૃત્યુ ૧૫ દિવસની અંદર થઇ જવાનું છે.
વ્યક્તિને રાત્રે તારા અને ચંદ્રમાં સરખી રીતે ના દેખાય, એવા વ્યક્તિનું મૃત્યુ એક મહિનાની અંદર થઇ શકે છે.કોઈ વ્યક્તિનું શરીર સફેદ અથવા પીળું થઇ જાય અને શરીર પર લાલ નિશાન દેખાવા લાગે, તો તેનું મૃત્યુ ૬ મહિનામાં થઇ જાય છે.જયારે કોઈ વ્યક્તિ નો ડાબો હાથ એકધારો ફડકવા લાગે અને ટાળવું સુકાઈ જાય તો એ વ્યક્તિનું મૃત્યુ એક મહિનામાં થઇ જાય છે.
જે વ્યક્તિને અચાનક નીલી માખીઓ ઘેરી લે તો એ સંભવ છે કે તેની ઉંમર એક મહિનો જ વધુ માં વધુ હોય છે.જયારે કોઈ વ્યક્તિને પાણી, તેલ, ઘી અને કાચમાં પોતાનો પડછાયો ના દેખાય તો ત્યારે સમજી જવું કે એમનું મૃત્યુ ૬ મહિનાની અંદર અંદર જ થઇ જશે.
Leave a Reply