ઉનાળામાં દરેકને ઠંડા પાણીની જરૂર હોય છે. ફ્રિજનું પાણી પીવાના ઘણા નુકશાન થાય છે, પરંતુ માટલાનું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે. હકીકતમાં માટલાનું પાણી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. માટીના વાસણોનો ઉપયોગ ભારતીય ઘરોમાં પોઢીઓથી પાણી સંગ્રહ કરવા માટે કરવામાં આવે છે.
વાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે માટીના વાસણ સુખ, સૌભાગ્ય અને સારુ સ્વાસ્થ્ય લાવે છે. ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે વધારે પાણીની જરૂર હોય છે, જે તમે ફળો અને શાકભાજી દ્વારા પણ પૂરી કરી શકો છો.પરંતુ માટીના વાસણમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આજે પણ કેટલાક લોકો એવા છે જે આ જ માટીમાંથી બનાવેલા વાસણોમાં પાણી પીવે છે. ખરેખર, માટીમાં ઘણા પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા છે. ઘડામાં રાખેલું પાણી આપણા સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજે અમે તમને માટીના વાસણમાં પાણી પીવાના ફાયદા જણાવીશું..
એસીડીટી :- એસિડિટીનું મુખ્ય કારણ ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવું એ છે. પરંતુ માટલાના પાણીમાં કુદરતી ખનીજ હાજર હોય છે જે એસિડિટીને રોકે છે. એટલા માટે એસીડીટીની સમસ્યા માટે માટલાનું પાણી ફાયદાકારક છે.
ગળાની સમસ્યા :- ઘણી વાર ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થઇ જાય છે. ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ગળાની કોશિકાઓના તાપમાનમાં અચાનક ઘટાડો થઇ જાય છે, જેનાથી ગળામાં સમસ્યાઓ થાય છે.
હૃદયની બીમારી :- આપણે બધા જાણીએ છીએ કે માટલાનું પાણી કુદરતી રીતે ઘણું ઠંડુ થાય છે. એટલા માટે, માટલા ના પાણી નું સેવન કરવાથી હૃદયની બીમારીઓ થતી નથી અને હદયની કોઈ સમસ્યા માંથી છુટકારો મળે છે
શરદી માટે :- ઘણી વાર એવું બને છે કે આપણે ઉનાળામાં બહારથી આવીએ છીએ અને ફ્રિજમાંથી ઠંડુ પાણી પીએ છીએ અને તેના કારણે આપણને શરદી જેવા રોગોથી થાય છે. આજે પણ ઘણા મકાનોમાં પીવાનું પાણી રાખવા માટે માટીનો ઘડો વપરાય છે. જે લોકો ઘડાના પાણીના મહત્વને સમજે છે, તેઓ હજી પણ તે જ પાણી પીવે છે.
કબજિયાત :- ઉનાળો આવતાની સાથે જ લોકો ફ્રિજ પાણી પીવાનું શરૂ કરે છે. બર્ફીલા પાણી પીવાથી કબજિયાત થાય છે અને ગળામાં દુ:ખાવો થાય છે. પરંતુ ઘડાનું પાણી ખૂબ ઠંડુ થતું નથી જેના કારણે હવા નિયંત્રિત થાય છે.
રોગ પ્રતિકાર શક્તિ :- નિયમિત ઘડાના પાણીથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે અને પાચન શક્તિ સુધરે છે. જ્યારે પ્લાસ્ટિકની બોટલોમાં પાણીનો સંગ્રહ કરવાથી તેમાં રહેલા પ્લાસ્ટિકમાંથી અશુદ્ધિઓ એકત્રિત થાય છે. ઘડામાંથી પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો થાય છે.
સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે :- સગર્ભા સ્ત્રીઓને ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. તેઓને ઘડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ઘડામાં રાખેલું પાણી સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે સારું છે.
સ્વસ્થ શરીર માટે :- માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા છે. તેથી માટીના વાસણનું પાણી આપણને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Leave a Reply