હિંદુ ધર્મ અનુસાર જો કોઈ વ્યક્તિ ભસ્મને પોતાના માથા પર ધારણ કરે છે તો થાય છે આ ચમત્કાર

ભગવાન શંકર એમના ભક્તો પર જલ્દી પ્રસન્ન થઇ જાય છે.તેથી એને ભોલેનાથ કહેવામાં આવે છે. ભગવાન શિવ જ આદિ અને અનંત છે, જે પુરા બ્રહ્માંડ ના કણ કણ માં વિદ્યમાન છે.પહેલેથી જ ભસ્મ અને ભગવાન શિવનો ગાઢ સંબંધ રહ્યો છે. તેનો ઉલ્લેખ પૌરાણિક કથામાં પણ જોવા મળે છે. હિંદુ ધર્મમાં ભગવાન પર આસ્થા રાખવા વાળા ઘણા લોકોને તમે માથા પર ભસ્મ લગાવતા જોયા હશે,

પણ ક્યારે પણ તમે એવું વિચાર્યું છે કે તેને માથા પર લાગવાનું મહત્વ શું છે?ભગવાન શિવ આખા શરીર પર ભસ્મ લગાવે છે અને શિવ ભક્તો પણ માથા પર ભસ્મનું તિલક કરે છે. શિવપુરાણમાં આ આ વિષે ખુબજ દિલચસ્પ કથા છે. હિંદુ ધર્મ માં ભસ્મ ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભસ્મ ૨ પ્રકારની હોય છે.એક ભસ્મ ને સમશાન ભૂમિ પરથી પ્રાપ્ત કરવામાં આવે છે.

અને બીજા પ્રકારની રાખ સુકાયેલા ગોબર માંથી બનાવામાં આવે છે. જેને સાધુ-સંત આસ્થા નું પ્રતિક સમજીને પોતાના માથા પર લગાવે છે. એવું માનવામાં આવે છે કે માથામાં ભસ્મ લાગવાથી મનુષ્યની અંદર નકારાત્મક ઉર્જાનો વિનાશ થાય છે.તેને લાગવાથી મગજમાં સકારાત્મક વિચાર આવાના ચાલુ થઈ જાય છે.

કહેવાય છે કે માથા પર ભસ્મ લાગવા વાળી વ્યક્તિ ઓછો ક્રોધ કરે છે. અને તેનો મગજ પણ શાંત રહે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ ભસ્મને પોતાના માથા પર ધારણ કરે છે તો તેને કોઈથી મુજવણ નથી થતી અને જીવનમાં કોઈ પણ પ્રકારે થતી દુર્ઘટના થી બચી શકે છે.

શાસ્ત્રો માં એવું કહેવાયું છે કે ભસ્મથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને ખુશ ખુશાલ રહે છે.જૂની વાર્તાઓમાં માનો તો ભગવાન શિવ શંકર પોતાના આખા શરીર પર ભસ્મને લગાવતા હતા તેનો સંકેત એ પણ છે કે તે સૃષ્ટિને નશ્વર સમજતા હતા સાથે જ તેનો એ પણ સંદેશ હતો કે ધરતી પર રહીને કોઈ પણ વસ્તુનો ઘમંડ ના કરવો જોઈએ.


Posted

in

,

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *