શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે મંદિરમાં પ્રવેશતા પહેલા મંદિરની સીડીના પગથીયાને સ્પર્શ કરવો અને મંદિરના દરવાજાની ઉપરની ઘંટડી વગાડવીઆ કેમ કરીએ છીએ અથવા પછી આપણે ફક્ત આપણા વડીલો દ્વારા કરવામાં આવતી આ ચીજોનું ફક્ત અનુસરણ જ કરીએ છીએ?જ્યાં માનવી ને આત્મા થી આધ્યાત્મિકતામા શુદ્ધિકરણ પ્રાપ્ત થાય છે.
મંદિરમા જઈને માનવી ને માનસિક શાંતિ મળે છે. પરંતુ આ સિવાય, ઘણી વસ્તુઓ છે જે દરેક માનવી કરતા હોય છે. તેમાંથી પ્રથમ તે છે કે જ્યારે તમે કોઇપણ મંદિર અથવા તો કોઈ પૂજા સ્થાને તો તેને જોઈને તમે માથું નમાવો છો, વંદન કરવા ની એક આદત છે જે કોઈ ભાગ્યે જ ભૂલતું હોય છે.આ ટેવો નુ જ અનુસરણ કરીએ છીએ?
મંદિરમા પ્રવેશતા પહેલા મંદિરની સીડીઓ ને સ્પર્શ કરવો અને મંદિર ના દરવાજા ની ઘંટડી વગાડવી.તો ચાલો તમને જણાવીએ કે આ કરવા પાછળ નું વાસ્તવિક કારણ શું છે. આવું કરવાથી મંદિરમા પ્રવેશતા પહેલા અને પૂજા-અર્ચના શરૂ કરતા પહેલા ભગવાન ની પરવાનગી લે છે અને તેમનું સન્માન કરે છે.
આ બંને બાબતો થી એવું સ્પષ્ટ થાય છે કે આપણે આપણી નમ્ર પ્રકૃતિ ને દેવી-દેવતાઓ સામેં રજૂ કરી શકીએ.મંદિર ના દરવાજા ની પ્રથમ સીડી તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે. હિન્દુ મંદિરો એક વિશેષ વ્યવસ્થા નુ પાલન કરીને બનાવવામા આવે છે, જે મુજબ તમામ મંદિરો પણ બનાવવામા આવે છે.
મંદિર નુ નિર્માણ ઘણા વેદો ની સંભાળ રાખીને કરવામા આવે છે. આ સાથે જ વધુ મા તમને જણાવી દઈએ કે હિન્દુ મંદિર ની વાસ્તુકલા સ્થાપત્ય વેદો પર આધારીત છે.આ વેદ મુજબ જ મંદિર નુ નિર્માણ અથવા બાંધકામ એવી રીતે કરવું જોઈએ કે મંદિર ના પ્રવેશદ્વાર પર દેવ ના પગ હોય. એવું માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશદ્વાર પર ઘંટ વગાળવાથી ભગવાનના આશીર્વાદ અને સંપત્તિ મળે છે.
સાથો સાથ જે જગ્યાએ અને મંદિરોમાં દરરોજ ઘંટડી વાગે છે તેને જાગૃત દેવ મંદિર પણ કહેવામાં આવે છે.તેથી જ મંદિરના પ્રવેશદ્વારને સ્પર્શ કરીને કપાળ પર મૂકવામાં આવે છે જેનો અર્થ છે કે તમે ભગવાનના પગને સ્પર્શ કરી રહ્યા છો. જ્યારે પણ તમે મંદિરમાં પ્રવેશતા પહેલા પગથિયાને સ્પર્શ કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તમે ભગવાનના પગને સ્પર્શ કરો છો.
Leave a Reply