માણસને મૃત્યુના દ્વાર પરથી પણ પાછો લાવી શકે છે આ પ્રભાવશાળી અને ખુબ જ શક્તિશાળી મંત્ર

ભગવાન શિવના પૂજનમાં મંત્રોના જાપનું ખુબ જ મહત્વ રહેલું છે. જો કોઈ પણ મનુષ્ય સાચા મનથી આ મંત્રોનું જાપ કરે તો એને બધી સમસ્યાઓ માંથી એમાંથી છુટકારો મેળવવા માટે ઉપાય મળી જશે. ઘણા બધા એવા મંત્ર શાસ્ત્રો માં બતાવવામાં આવ્યા છે.જેના જાપ કરવાથી ખુબ જ ફાયદો થાય છે

અને આજે અમે તમને એવા જ મંત્ર વિશે જણાવીશું શિવમાં મહા મંત્ર એટલે કે મહા મૃત્યુંજય મંત્ર નો જાપ કેવી રીતે અને કેટલી વાર કરવો કે જેનાથી તેનો પુરતો લાભ પ્રાપ્ત કરી શકાય.શિવપૂજનમાં ઘણી પ્રકારના મંત્રોનું જાપ કરવામાં આવે છે અને કાર્ય સિદ્ધી માટે આ મંત્રોની સંખ્યા પણ અલગ હોય છે

પરંતુ શિવ શંભુને એનો એક મંત્ર ખુબ પ્રિય છે. શિવજીને મહા મૃત્યુંજય મંત્ર ખુબજ પ્રિય છે.આ મંત્રનો જાપ વિધિ મુજબ કરવાથી શિવજી પ્રસન્ન થઇ જાય છે અને ઈચ્છા મુજબ નું વરદાન પ્રાપ્ત કરી શકાય છે, આ મંત્ર દ્વારા ભોળાનાથને પ્રસન્ન કરી કાર્ય સિદ્ધિ હાંસિલ કરી શકાય છે. મહા-મૃત્યુંજય મંત્ર એક એવો મંત્ર છે

જેનો જાપ કરવાથી મનુષ્ય મૌત પર પણ વિજય પ્રાપ્ત કરી શકે છે.શાસ્ત્રોમાં અલગ-અલગ કામો માટે અલગ અલગ સંખ્યાઓ માં મંત્રના જાપનું વિધાન છે. આ મંત્ર એટલો પ્રભાવ શાળી અને ખુબજ શક્તિ શાળી હોવાથી તે માણસને મૃત્યુના દ્વાર પરથી પણ પાછો લાવી શકે છે.આ મંત્ર નો જાપ જરૂરિયાત મુજબ અલગ અલગ સંખ્યામાં કરવામાં આવે છે જે નીચે જણાવેલ છે.

તો ચાલો જાણી લઈએ કે કઈ સમસ્યામાં આ મંત્રના કેટલી વાર કરવો જોઈએ જાપ… ભયથી છુટકારો મેળવવા માટે ૧૧૦૦ મંત્રનો જાપ કરવામાં આવે છે.રોગોથી મુક્તિ મેળવવા માટે ૧૧૦૦૦ મંત્રોના જાપ કરવામાં આવે છે.

પુત્ર ની પ્રાપ્તિ માટે, ઉન્નતી માટે, અકાળ મૃત્યુ થી બચવા માટે સવા લાખની સંખ્યામાં મંત્ર જાપ કરવા એ અનિવાર્ય છે.જો સાધક પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આ સાધના કરો, તો વાંછિત ફળની પ્રાપ્તિ ની પ્રબળ સંભાવના રહે છે. આ મંત્રનો કરો જાપ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *