હિંદુ ધર્મ મા દેવ અને દેવીઓ ને રીઝવવા માટે આપણે પ્રાથના કરીએ છીએ, પૂજન અર્ચન કરીએ છીએ તેમજ વ્રત અને કથાઓ નો પણ ઉપયોગ કરીએ છીએ આપણા હિંદુ ધર્મ મા પુજા જરવા ને કઈક અલગ જ મહત્વ આપવા મા આવ્યુ છે.પણ ઘણી વખત પૂજા કરતા સમયે માનવી સાથે ક્યારેય અઘટીત ઘટના ઓ બને છે. જે ક્યારેય આપણે વિચારી પણ ન શકીએ.
જ્યારે તમે ભગવાન ની ભક્તિ અને તેનુ પૂજન અર્ચન કરતા હોવ ત્યારે તમારી આંખ માથી એકા એક આંસૂ વહેવા લાગે છે. આ આંખમા થી અશ્રુ નિકળવા પાછળ એક અલગ જ રહસ્ય રહેલુ છે.આ રહસ્ય જાણવા એ જાણવુ ખુબ જ જરૂરી બને છે કે ભગવાન ની ભક્તિ તેમજ તેનુ પૂજન અર્ચન કરતા સમયે જો નેત્રોમા થી અશ્રુ ની ધારા વહેવા લાગે તો તમારે સમજી જવુ કે તમે જેની ભક્તિ કરો છો.
જેનુ પૂજન અર્ચન કરો છો એ ભગવાન તમને પોતાની કોઈ દિવ્ય શક્તિ કોઈ સંદેશો આપી રહી હોય છે.તો ચાલો હવે આપણે જાણીએ કે શા માટે આંખ મા આસુ આવી જાય છે પૂજન અર્ચન કરતા સમયે એનો અર્થ એ થાય છે કે ભગવાન તમને કોઈ સુચન આપી રહ્યા છે. જે ભગવાન ને તમે પ્રાથના કરી રહ્યા છોવ, જે ભગવાન નુ તમે પૂજન અર્ચન કરી રહ્યા છોવ એ ભગવાન સાથે તમારો સંપર્ક બની ગયો છે
અને તમે જે પણ પ્રાથના અને પૂજન અર્ચન કરેલ છે એ સફળ નિવડયુ ગણાય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાન ની પૂજા અર્ચના કરે છે ત્યારે તે વ્યક્તિ પોતાને ભગવાન સાથે ના જોડાણ ની અનુભુતિ કરી શકે છે.ભગવાન સાથે જોડાણ થવા થી તમને મોક્ષ ની પણ પ્રાપ્તિ થાય છે. તો જયારે પણ અંતરાત્મા થી ભગવાન ને યાદ કરવામા આવે છે ત્યારે આપણા આંખો માંથી અશ્રુ નીકળવા જ લાગે છે.
Leave a Reply