મંગળવારની રાત્રે મહાબલી હનુમાનજીની સામે આ મંત્રોનો ૧૦૮ વાર જાપ કરવો, દરેક સમસ્યા દુર થઇ જશે.

વૈદિક ગ્રંથોમાં મંગળનો દિવસ સૌથી શુભ અને કલ્યાણકાર માનવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ભક્તોની ખુબજ ભીડ રહે છે. આજે અમે જણાવીશું હનુમાન સાધનાના સૌથી અચૂક અને પ્રભાવી મંત્ર…સંપત્તિ સાથે જોડાયેલ સમસ્યા હોય તો:- મંગળવારે મંદિરે જઈને હનુમાનજીની સામે ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

પછી હનુમાનજી એ બુંદી અને લાડુ નો ભોગ લગાવવો, નિશ્રિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવાનો સંકલ્પ કરવો,અને ત્યાંજ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો. – ॐ मारकाय नमः આ મંત્રનો જાપ નિયમિત ૯ દિવસ સુધી કરવો.

નોકરી અથવા રોજગારીની સમસ્યા હોય તો મંગળવારે હનુમાન મંદિરે જઈને હનુમાનજીને ૯ લાડુ અર્પિત કરવા પછી પીપળાના પાન પર સિંદુર થી પોતાની સમસ્યા લખી હનુમાનજીના ચરણોમાં રાખવું, અને નિશ્રિત સંખ્યામાં મંત્રોનો જાપ કરવો,ત્યાર પછી ત્યાં જ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો.

ॐ पिंगाक्षाय नमः ૯ મંગળવાર સુધી આ મંત્રનો જાપ કરવો. માન-સમ્માન અને યશની પ્રાપ્તિ માટે મંગળવારે હનુમાન મંદિરે જઈને સૌથી પહેલા રામ દરબારની સામે માથું ટેકવી પ્રણામ કરવા. પછી હનુમાનજી પાસે માન સમ્માનની પ્રાર્થના કરવી, અને નિશ્ચિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવો:-ॐ व्यापकाय नमः

મહાબલી હનુમાનના સંકટહારી મંત્ર:-

  • ॐ तेजसे नम:
  • ॐ प्रसन्नात्मने नम:
  • ॐ शूराय नम:
  • ॐ शान्ताय नम:
  • ॐ मारुतात्मजाय नमः
  • ऊं हं हनुमते नम:

મંગળવારની રાત્રે મહાબલી હનુમાનજીની સામે આ મંત્રોનો ઓછામાં ઓછા ૧૦૮ વાર જાપ કરવો, દરેક સમસ્યા દુર થઇ જશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *