ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે.રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ આજે તમારી રાશિ શું કહેવા માંગે છે.
મેષ રાશિ :-આજનો દિવસ સારો છે. પગારમાં લાભ થાય. ધંધો સારો રહેશે, કામના નિર્ણયને ખૂબ જ શાંતિથી લેવો ધાર્મિકતા વધે.
વૃષભરાશિ :-આજે આપનો દિવસ ચિંતાદાયક રહે, આપના પ્રયત્નો ફળદાયી ન નીવડે, વાદવિવાદમાં ન પડવુ. આર્થિક સ્થિતિ નબળી રહેશે, બાળકોના શિક્ષણને લગતી સમસ્યા આવી શકે છે.
મિથુનરાશિ :- ધર્મના કામોમાં રસ તમારા મનોબળને વેગ આપશે,આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. ખર્ચ ઓછો કરવો જોઇએ.
કર્કરાશિ :-નવા સંબંધો ફાયદાકારક સાબિત થશે. તમે સમસ્યાઓનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો, શિક્ષણ અને જ્ઞાનમાં વધારો થશે,
સિંહરાશિ :-આજના દિવસે પ્રવાસ લાભકારક રહે, સ્વજનો સાથે મુલાકાત થાય, દસ્તાવેજને લઈને કાર્ય કરી શકાશે. જીવનસાથી સાથે તફાવત થશે, વ્યવહારિકતા સમસ્યા હલ કરશે,વાહન કાળજીપૂર્વક ચલાવવું.
કન્યારાશિ :-મનોબળ તમારી બધી સમસ્યાઓ હલ કરશે, મહાનુભાવો સાથે સમાધાન વધશે, બિઝનેસમાં નવી ઓફર મળશે.
તુલારાશિ :-ધંધાકીય ક્ષેત્રે સફળતાની વિશેષ તક છે,ઉતાવળમાં ધંધાકીય નિર્ણય લેશો નહીં.સંતાન તરફથી સારા સમાચાર આવશે, સ્વાસ્થ્ય સારું રહેશે, રોજગાર ક્ષેત્રે પ્રગતિ થશે.
વૃશ્ચિકરાશિ :- ધંધાકિય બાબતોમાં મધ્યમ ફળ મળે, પગના દુઃખાવાની તકલીફ રહે, કોર્ટ કચેરીના કાર્યો ન કરવા. અધૂરા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે.
ધનુરાશિ :-મિત્રો સાથે થોડો સમય પસાર કરશો, કોઈ પણ ઓફીસના કામ માટે તમારે નાની સફર લેવી પડશે, તમારી યાત્રા આનંદદાયક રહેશે.
મકરરાશિ :-સમાજમાં તમારી ક્રિયાઓની ટીકા થશે, રાજ્યનો ટેકો મળશે અને આ ક્ષેત્રના લોકો સાથે સંબંધો વધશે. વાણી ઉપર સંયમ રાખો.
કુંભરાશિ :-આજે ભાગ્ય સાથ ન આપે, આજે નસીબ પર વિશ્વાસ ન રાખવો.સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપો, ધંધામાં નવા કરાર થશે,અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો.
મીનરાશિ :-વ્યવસાયમાં કર્મચારીઓ પર વધારે વિશ્વાસ ન કરો, ધંધાના ક્ષેત્રમાં વિવિધ અવરોધોને કારણે મન પરેશાન રહેશે, પ્રવાસ મનોરંજક રહેશે, વાહન સુખ મળે.
Leave a Reply