જ્યોતિષશાસ્ત્ર ના તજજ્ઞો ને મોટાભાગ ના વ્યક્તિઓ જુદી જ રીતે સમજતા હોય છે. જ્યોતિષ એટલે ન્યુઝ પેપર મા આવતુ રાશિ ફળ એવુ ઘણા માને છે, પણ ન્યુઝપેપર મા અપાતા રાશિ ફળ મુજબ જ્યોતિષશાસ્ત્ર ના તજજ્ઞો ની મૂલવણી કરવી ન જોઈએ. કારણ કે એ સામાન્ય તથા બધી જાત ની અસર રજૂ કરે છે.
આ ગ્રહો માનવી ના શારીરિક તેમજ માનસિક ક્રિયાઓ તથા માનવીના ચેતાતંત્ર અને તેના પરિણામ રૂપ આવનાર ફળ ની આગાહી કરવી એટલે રાશિ ભવિષ્ય. આ રાશિ ભવિષ્ય ને લીધે માનવી ના ગ્રહો તેમજ નક્ષત્રો યોગ્ય બની રહે છે.આમા આપણે જોવા જઈએ તો રાશિફળ એ ખુબ જ મોટા અર્થ મા હોવા ને લીધે આ રાશિ ધરાવતા બધા વ્યક્તિઓ ને સમાન ફળ મળતુ નથી.
આ ફળ હકારાત્મક કે નકારાત્મક હોય શકે છે. અનેક એવા લોકો પણ જોવા મળે છે કે જે કહેતા હોય છે કે આટલા દૂર રહેલ ગ્રહ આપણ ને શુ કરી શકે ? તે કોઈ ને શુ અડચણ પેદા કરશે ?તેમની વાત ૫૦% સત્ય પણ છે કોઈ એક વ્યક્તિ પર ગ્રહ શા માટે અસર કરે ? આ આકાશ મા ફરતા ગ્રહો વાયુમાથી બનેલા હોય છે
તેમા એમોનિયા, હાઈડ્રોજન તથા કાર્બન જેવા વાયુઓ નો એક ગોળો ઘણો જ દૂર હોય છે.આ ગ્રહો મા કોઈ જીવ નથી પણ તેના ચુંબકીય બળ ની અસર ધરતીના વાતવરણ પણ પડે છે. જે રીતે આપણી પૃથ્વી મા થી જતા રેડિયો સિગ્નલ અવકાશ મા જઈ ને પરત આવે છે એ જ રીતે ગ્રહો ના કિરણો પર પૃથ્વી પર આવતા હોય છે. તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે.
ખ્યાતનામ અમેરિકન લેખક ‘કાર્લ સેગને’ એ તેમના પુસ્તક ‘કોસમોસ’ માં ગ્રહો ની અદ્વિતિય અસર અંગે માહિતી આપી છે. હાલ જ્યોતિષ ના નિયમો ને ભૌતિકશાસ્ત્ર અથવા તો ખગોળશાસ્ત્ર ની માફક યોગ્ય રીતે ચકાસણી કરવા મા આવે તથા તે વિશે સંશોધન કાર્ય પણ શરૂ કરવા મા આવે તો અવશ્ય માનવીઓ ને માર્ગદર્શન મળે.
ખોટી માન્યતાઓ દૂર થશે, બીજી વિજ્ઞાનની શાખાઓ પણ અવિકસિત હતી પણ સંશોધન કરવા પાછળ યુનિર્વિસટીઓ, સરકાર તથા સંસ્થાઓ અનેક વર્ષો થી કામે લાગેલ છેસરકાર દ્વારા યુનિવર્સિટી તેમજ વિદ્યાલયો મારફત આ શાસ્ત્ર અંગે નો તેઓ જડ જેવો ખરાબ અભિગમ છે તેથી યોગ્ય સંશોધન થઈ શક્યુ નથી અને વહેમો પણ દૂર કરી શકાતા નથી.
આમ વૈજ્ઞાનિક રીતે આ શાસ્ત્ર મા સંશોધન કાર્ય થવું આવશ્યક છે. આ ગ્રહો ની કોઈ પણ અસર પ્રાણી જગત તથા વનસ્પતિઓ પર પણ જોવા મળે છે.આ બધુ તો આપણે જાણી લીધુ પણ તે કઈ રીતે થાય છે અને તેનો કેવો પ્રભાવ પડશે તથા તેનાથી કેવા ફળ મળવા ના છે તે અંગે હાલ આપણે ખુબ જ અગત્ય ધરાવે છે. આ માટે અમેરીકા અને યુરોપ મા તો ખાસ અભ્યાસ પણ કરવા મા આવે છે.
તેના પર અનેક પ્રયોગો પણ થાય છે. તમે ગમે એટલો અનુભવ ધરાવતા હોવ પણ ગ્રહ ની અસર તો થાય જ છે. ગ્રહો ની અસર ને સમજવા થી તમને ખુબ જ સારુ ફળ મળે છે.
મહામૃત્યુંજય મંત્ર નો જાપ : “ૐ હ્રૌં ક્લીં જૂં સઃ ભુર્ભુવઃ સ્વઃ ત્ર્યમ્બકં યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ । ઉર્વા રુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત ભૂર્ભવઃ સ્વરોં જૂં સઃ હૌં ।“આ મંત્ર ને એક ઉત્તમ મંત્ર ગણવા મા આવેલ છે અને એવુ પણ ગણવા મા આવે છે કે આ મંત્ર જેના ઘરે કરવા મા આવતો હોય તો આવા કુટુંબ મા રોગ નો નાશ થાય છે અકાળ મૃત્યુ નો ભય દૂર થાય છે
આ મંત્ર સિદ્ધ કરનાર સો વર્ષ થી પણ વધુ વય મેળવે છે. આ મંત્ર મા રોગ દૂર કરવા ની પણ અદ્દભુત ઊર્જા છુપાયેલી છે.આ મંત્ર ને સિદ્ધ કરવા માટે તેના ૧.૨૫ લાખ જાપ, બીલી ના ફળ તથા તલ નો હવન કરવો જોઇએ. આ મંત્રનો જાપ કરનારા વધારે આયુષ્ય, બળ, શારીરિક રીતે સ્વસ્થ, પુત્ર, પૌત્ર અને ધનવાન બને છે તથા રોગ તેના થી કાયમ ને માટે દુર રાખે છે.
Leave a Reply