કસમયે વાળનું સફેદ થવું એ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસેને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કરવાની શરૂઆત કરી દે છે, આ ઉપાયથી વાળ થોડા દિવસ માટે કાળા રહે છે પણ પછી ફરી માથામાં સફેદી દેખાવા લાગે છે.
વારંવાર વાળમાં હેર કલર કરવામાં આવે તો વાળને નુકસાન પણ થાય છે.આમ તો માર્કેટમાં એવી ઘણી બધી પ્રોડક્ટ અને ઘણી બધી ટ્રીટમેન્ટ પણ હોય છે જેનાથી તમે તમારા વાળ કાળા કરી શકો. પણ અમુક વસ્તુઓ આપણે નથી અપનાવતા અને અમુક વસ્તુ આપણા બજેટ બહાર હોય છે.
આજે અમે તમને કેટલીક એવી વસ્તુ વિશે જણાવીશું જેને મહેંદીમાં મિક્સ વાળ પર લગાવવાથી તેનો કલર લાંબા સમય સુધી ટકેલો રહે છે. તો જોઈએ કઈ એ વસ્તુ છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે.એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા અને કોફી પાવડર નાખી 2થી 3 મિનીટ ઉકાળો.
પછી તેમાં લવિંગનો પાવડર મિલાવી 3 મિનિટ ઉકાળો. હવે તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દો. મેથીના દાણા વાળને કુદરતી મજબૂત અને કાળા કરે છે. તો કોફી પાવડર મહેંદીના રંગને વધારે ડાર્ક બનાવે છે. તમને જણાવી દઈએ કે, લવિંગના પાવડરથી વાળ ખરવાનું બંધ થઈ મજબૂત બને છે.
રીત :
લોખંડની કડાઈમાં મહેંદી, હિબિક્સ પાવડર, આંબળાનો પાવડર, શિકાકાઈનો પાવડર અને કોફી પાવડર મિલાવી મિક્સ કરો. તેના માટે લોખંડની કડાઈનો જ ઉપયોગ કરો કેમકે તેમાં મહેંદી સારી રીતે ઓક્સીડાઈઝ્ડ થઈ જાય છે. હવે તેમાં તૈયાર પાણીને મિક્સ કરો અને ઓવરનાઈટ અથવા 7થી 8 કલાક માટે છોડી દો.
ઉપયોગ :
વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો, જેથી તમામ માટી-ધૂળ અથવા ઓઈલ નીકળી જાય. ધ્યાનરાખો કે જો વાળ વોશ નહીં કરો તો, મહેંદીનો રંગ સારી રીતે નહીં ચઢે. વાળને ધોયા બાદ તેમાં સિરમ એપ્લાય કરો. હવે મહેંદીને વાળમાં એપ્લાય કરો અને ઓછામાં 2થી 3 કલાક માટે વાળમાં રહેવા દો.
પછી તેને પાણીથી સારી રીતે ધોઈ દો અને ધ્યાન રાખો કે મહેંદી બાદ શેમ્પૂ ન લગાવો.સાથે જ કોઈ પણ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી બચો કેમ કે, તેનાથી કલર ફેડ થઈ જાય છે. રાત્રે સુતા પહેલા સરસોના તેલથી સારી રીતે ચમ્પી કરો. આ પ્રકારે મહેંદી લગાવવાથી મહેંદીનો રંગ એકદમ સારી રીતે પાક્કો થઈ જશે.
Leave a Reply