રસોડામાં ક્યારેય ખૂટવી ના જોઈએ આ વસ્તુઓ, વધી શકે છે ગરીબી

રસોડામાં કરવામાં આવેલી નાની ભૂલોને લીધે આખા ઘરનું દુર્ભાગ્ય શરૂ થઈ શકે છે. વાસ્તુ મુજબ રસોડુ અને તેમા પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા અને પ્રમાણમાં પડેલુ હોવુ ખૂબ જરૂરી છે.જો રસોઈ ઘરમાં અમુક વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘરમાં ગરીબી વધી શકે છે. ઘરમાં બરકત બનાવી રાખવા માટે કેટલીક એવી વસ્તુઓ છે

જેને તમારે રસોડામાંથી ક્યારેય પણ ખતમ ન થવા દેવી જોઈએ. આવો એ વસ્તુઓ વિશે.લોટ પણ સમાપ્ત થતા પહેલા જ નવો લાવીને મુકો. જો લોટનો ડબ્બો ખાલી થઈ જાય તો તેનો સીધો પ્રભાવ તમાર માન-સન્માન પર પડી શકે છે.ઘર કે ઓફિસ કે ક્યાક બીજે અને ક્યારેય પણ તમને અપમાનનો સામનો કરવો પડી શકે છે.

ઘઉની સમાપ્ત માનસિક તનાવનો સંકેત આપે છે.હળદરનો ઉપયોગ ઘરના અનેક શુભ કાર્યોની શરૂઆત વખતે કરવામાં આવે છે. આવામાં તમે સમજી જ ગયા હશો કે તેનુ આપણા ભાગ્ય સાથે કેટલો સંબંધ છે. રસોડામાં હળદરની સમાપ્તિ એટલે હવે તમને કોઈ શુભ સમાચાર સાંભળવા નહી મળે.

તો જો તમે ન ઈચ્છતા હોય કે ઘરમાં શુભ સમાચાર આવવા બંધ થઈ જાય તો ઘરમાંથી કયારેય હળદર ખતમ ન થવા દેશો.રસોડાના ડબ્બાને મેનેજ કરી રાખવા ખૂબ જ જરૂરી છે. ઘરની બરકતને કાયમ રાખવા માટે રસોડામાં ચોખા ક્યારેય પણ ખતમ ન થવા દેશો.. કોશિશ કરો કે જ્યારે એક વાડકી ચોખા બાકી રહી જાય તો સાથે જ નવા ચોખા લાવીને મુકો

રસોડામાં ચોખા બિલકુલ ખતમ થવાનો મતલબ છે કે ઘરમાં શુક્ર પ્રભાવ સમાપ્ત થઈ ચુક્યો છે. આવામાં શુક્ર ગ્રહને કાયમ રાખવા માટે ચોખાનો ડબ્બો હંમેશા ભરેલો રાખો.મીઠું પૂરું થવા ન દેવું, જો ખતમ થઇ જાય તો તરત જ લઇ આવવું. મીઠુ ખતમ થતા ઘર પર ટોના ટોટકા થવાની પૂરી આશંકા રહે છે.

જો પાસ પડોશમાં મીઠુ આપી દીધુ તો તમને કોઈ ખરાબ સમાચાર સાંભળવાની આશંકા રહી શકે છે.મીઠુ હથેળી પર મુકવાથી બચો. તેનાથી પણ ખરાબ સંકેત આવી શકે છે.ઘણી વાર દૂધ ઘરમાં પૂરું થઇ ગયું હોય તો મહેમાન આવે ત્યારે લેવા જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે મેહમાન ઈશ્વરનુ રૂપ હોય છે

અને આવામાં જો તેમના આવવા પર ઘરમાં ચા કે કશુ પણ બનાવવા માટે દૂધ ન હો તો તેને ઈશ્વરનો અનાદર સમજવામાં આવશે. તેથી ઈશ્વરની ખુશી મેળવવા માટે ઘરમાંથી ક્યારેય પણ દૂધ ખતમ ન થવા દો. અને ફ્રિજમાં હંમ્શા દૂધ ઢાંકીને રાખી મુકો. આવુ કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ સમાપ્ત થાય છે.

 

 

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *