સમુદ્રશાસ્ત્રમાં વ્યક્તિના વ્યક્તિત્વ અને તેના ભાવિને જાણવા માટે ઘણી પદ્ધતિઓ છે. આમાંની એક રીત એ છે કે અંગો દ્વારા કોઈના ભાગ્ય વિશે જાણવું,તો ચાલો જાણીએ એ લોકો વિષે જેમના પગની બીજી આંગળી મોટી હોય છે એટલે કે અંગુઠાની બાજુની આંગળી મોટી હોય એનું નસીબ શું કહે છે.
વ્યક્તિના માથાથી લઈને પગ સુધી માં ઘણા એવા લક્ષણો જોવા મળે છે જે કઈક ને કઈક સંકેત આપતા હોય છે.જ્યોતિષના અંતર્ગત શરીરના અંગોની બનાવટ, આકાર અને રંગથી વ્યક્તિત્વનું રહસ્ય જાણી શકાય છે અને એનાથી ભવિષ્યની જાણકારી પણ પ્રાપ્ત કરી શકાય છે.સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે જે લોકોની અંગુઠાની બાજુની આંગળી મોટી હોય તે લોકોને ખુબજ કિસ્મત વાળા માનવામાં આવે છે
એવું કહેવાય છે કે તે લોકો બીજા લોકો થી અલગ હોય છે. શરીરમાં એવા કેટલાક સંકેતો છે કે જેના વિશે આપણે સમજી શકતા નથી. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે છોકરાઓનું બીજી આંગળી મોટી હોય તે છોકરાઓ ખૂબ નસીબદાર હોય છે, તેમની જિંદગીમાં ધન હોય છે, તેઓ જીવનમાં બધી ખુશીઓ માણે છે!
જે છોકરીઓની બીજી આંગળી મોટી હોય છે, તેઓને ખૂબ જ સારો જીવનસાથી મળે છે જે તેમને ખૂબ પ્રેમ કરે છે, તે ખૂબ નસીબદાર છે. તેઓને તેમના તમામ કાર્યમાં સફળતા મળે છે આ બાળકો વધુ આગળ વધે છે.જ્યોતિષ નિષ્ણાતો કહે છે કે જે મહિલાઓની બીજી આંગળી મોટી હોય છે તે મહિલાઓ તેમના ઘરને સ્વર્ગ બનાવે છે અને તેઓ વૈવાહિક જીવનનો ખૂબ આનંદ માણે છે
આને કારણે તેમના પતિનું નસીબ ખુલે છે.જે લોકોના પગમાં અંગૂઠાની બાજુની આંગળી મોટી હોય છે અને શેષ આંગળી નાની હોય છે એ લોકો કોઈ પણ કામને યુનિક તરીકે કરવાનું પસંદ કરે છે. પરંતુ સાથે જ એ લોકો બીજા પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરે છે, તથા એવા પગનો શેપ વ્યક્તિને અધિકાર જતાવવા વાળો બનાવે છે.
Leave a Reply