જ્યોતિષ

ખુબજ મહેનત કરવા છતાં સફળતા ના મળતી હોય તો કરવો આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં દીવાના  અમુક ઉપાય આલેખવામાં આવ્યા છે જે કરવાથી તમે તમારા ભાગ્યને ચમકાવી શકશો.આપણે સૌ જાણીએ જ છીએ કે કોઈ પણ પૂજા કે આરતી દીવા વગર અધુરી માનવામાં આવે છે,દીવાનું પૂજામાં ખાસ મહત્વ છે. અજાણ્યો ભય ને શત્રુઓ સામે રક્ષા કરવા માટે આપણે રોજ ભૈરવનું સ્મરણ કરીને દીવો કરવો જોઇએ.

પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે તે માટે પણ રોજ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને દીવો પ્રગટાવવો જોઇએ.જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ વાત કહેવાઇ છે કે રોજ દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઇ રહે છે. દીવાની જ્યોત રાખવાથી આપણી દરેક મનોકામના પૂરી થાય છે અને ધનપ્રાપ્તિના યોગ બને છે.

દીવાના અમુક ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યા છે જે કરવાથી તમે તમારા ભાગ્યને ચમકાવી શકશો. દીવાની જ્યોત કંઈ દિશામાં જાય છે તે પણ ખુબ મહત્વનું છે. દીવો કરવાનું મહત્ત્વ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે દીવો કરવાથી દેવી-દેવતાઓની પૂજા કરવાથી દરેક તકલીફ દૂર થાય છે.

ઘણા લોકો દીવો ભગવાનની આજુ બાજુમાં રાખતા હોય છે.પરંતુ હંમેશા દીવાને પ્રજ્વલિત કરો ત્યારે દીવો ભગવાનની મૂર્તિ કે ફોટાની સામે જ રાખવો જોઈએ અને જ્યારે ઘીનો દીવો કરતા હોય ત્યારે તેમાં સફેદ વાટ રાખવી જોઈએ અને જ્યારે તેલનો દીવો કરતા હોય ત્યારે લાલ રંગની વાટ લગાવવી જોઈએ.

આ રીતે દીવો પ્રજ્વલિત કરવો ખુબ જ શુભ મનાય છે.પૂજા કે આરતી કરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં સુધી પૂજા ચાલુ હોય ત્યાં સુધી દીવો ઓલવાઈ ના જાય આવું થાય તો પૂજાનો પૂરેપૂરો લાભ મળતો નથી અને પૂજા અધુરી રહી જાય છે.પૂજા કરતી વખતે ધ્યાન રાખવું કે દીવો તૂટેલો ન હોવો જોઈએ

કારણ કે ધાર્મિક કાર્યોમાં ખંડિત વસ્તુનો ઉપયોગ કરવો અશુભ મનાય છે.આર્થિક સમસ્યા દૂર થશે જે વ્યક્તિને આર્થિક સમસ્યા સતાવતી હોય, ઘરમાંથી લક્ષ્મીનો કારણ વગરનો વ્યય થતો હોય તેમજ આવેલી લક્ષ્મી દેખાતી જ ન હોય તો દેવી લક્ષ્મી સમક્ષ સાત મુખી દીવો કરવો. સાત મુખી દીવો કરવાથી આ સમસ્યા દૂર થશે.

જ્યારે બાળકો ભણવામાં અવ્વલ બને તે માટે બે મુખી દીવો સરસ્વતી દેવીની સામે પ્રગટાવવો.ખુબજ મહેનત કરવા છતાં સફળતા ના મળતી હોય તો ઘીનો દીવો કરવો અને તેમાં કોઈ લાલ રંગના દોરાની કે ઉનની વાટ રાખવી તેમજ  થોડી હળદર અને કંકુ પણ મિક્સ કરવું અને આ દીવો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના ફોટા પાસે રોજ કરવો.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago