ખરાબ કિડની થાય ત્યારે શરીર તરફથી મળે છે અમુક સંકેત, જાણો

આજની વ્યસ્તતા વાળી જીવનશૈલી ના કારણે દરેક લોકોના ખોરાક બદલાઈ ગયા છે, જેના કારણે ઘણી સમસ્યા અને બીમારીઓ થવા લાગી છે. બજારના વધારે મસાલા વાળી વાનગીનું સેવન કરવાથી શરીરમાં ઘણા રોગ થવાની શક્યતા રહે છે.

ઘણી વાર ખોટી આદતોને કારણે લોકોને નાની ઉંમરથી જ કિડની સંબંધિત સમસ્યા થવા લાગે છે. એ પછી એવી પરેશાનીઓના કારણે કિડની ફેલ થાય છે. મોટા ભાગના કિડનીનાં રોગો પણ ખુબ જ ભેદી અને છૂપા હોય છે. શરીરનું વજન અચાનક વધી જાય અને અન્ય અંગોમાં સોજો આવી જાય તો તે કિડની ખરાબ થવાનો એક સંકેત છે.

એટલે ધ્યાન રાખવું જોઈએ કે તમારા હાથ-પગ કે કોઈ અન્ય અંગમાં સોજો તો આવ્યો નથી ને. જો કોઈ કારણોસર સોજો આવી ગયો હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવા પ્રકારના સંકેત મળે તો જાણી શકાય કે કિડનીમાં ખરાબી આવી ગઈ છે. તો ચાલો જાણી લઈએ એવા સંકેતો વિશે..

ફેફ્સમાં પાણી ભરાવું :- પેશાબ ઓછો થવાથી શરીરમાં વધારે પાણી જમા થાય છે. જેથી ફેફસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા થઇ શકે છે. જેથી તેની કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કિડની ખરાબ થાય તો એના કારણે મગજમાં પણ અસર થાય છે. ઓક્સિજન ઘટી જાય છે. તેમજ વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને એકાગ્રતા ઘટી જાય છે.

પેશાબમાં લોહી :- ઘણા લોકોને પેશાબ કરતી વખતે લોહી પડતું હોય છે પરંતુ એને ધ્યાનમાં લેતા નથી પછી તે બીમારી ચિંતાજનક બની જાય છે. આ પરથી જાણી શકાય છે કે કિડની ખરાબ છે. જો વારંવાર પેશાબ જવું પડે અથવા તો પેશાબ ઓછો આવતો હોય તો આ બાબતને અવગણો નહીં. વારંવાર પેશાબ લાગવો કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.

શરીર તંદુરસ્ત રાખવું :- જો શરીર નું ધ્યાન ન રાખો તો ખૂબ જ થાક લાગે છે, ત્યારે પણ કિડનીની સમસ્યાઓ હોઈ શકે છે. આખો દિવસ કામ કરવા પર થાક લાગવો સામાન્ય વાત છે પણ જો કમજોરી અને થાક કોઈ કારણો વગર જ લાગે તો તે કિડની ફેઈલ થઇ જવાનું પણ લક્ષણ દર્શાવે છે. નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરત થી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.

પીઠમાં દુઃખાવો થવો :- આ દુઃખાવો ખુબ જ વધારે અસહનીય હોય છે, આ દુખાવો શરીરનાં એક તરફનાં પાછલા ભાગે થાય છે. આ દુઃખાવો પેટમાં નીચેની તરફ થઈ કંમર અને અંડકોષ સુધી પણ પહોંચી શકે છે. આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago