હિન્દુ ધર્મમાં શાસ્ત્રોનું ખૂબ મોટું મહત્વ માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવેલી બાબતો માણસના જીવન સાથે સંબંધિત હોય છે. આવું જ એક શાસ્ત્ર સમુદ્ર શાસ્ત્ર, જેના પરથી વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્રની મદદથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો જાણી શકાય છે.
શરીરના અંગ પરથી વ્યક્તિના સ્વભાવ, આચાર-વિચાર અને વ્યવહાર વિશે જાણી શકાય છે. હોઠ ચહેરાનો મહત્વનો અવયવ છે. હોઠ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે ક્યાં પ્રકારના હોઠથી કોઈ પણ વ્યક્તિના સ્વભાવ શોધી શકાય છે.તો ચાલો આપણે તેના વિશે જાણીએ .
સંકુચિત હોઠ :- આવા હોઠ નાના અને પાતળા હોય છે, તેમાં રંગ નથી હોતો.જે લોકોને હોઠ આવા હોય છે. તેઓ સામન્ય રીતે દેખાડો કરવા વાળા હોય છે.એ વિચારે છે કે તેઓ જે આ કરી રહ્યા છે તે સારું છે. તેઓ થોડુ ઓછું બોલે છે.તેથી કેટલીકવાર તેઓ ઘમંડી પણ માનવામાં આવે છે.
જાડા હોઠ :- વધુ રુંવાટીવાળું, માંસથી ભરપુર હોઠ છે જે કદરૂપું લાગે છે. જે લોકોને આવા હોઠ હોય છે. કેટલીકવાર તેઓ ખૂબ ભાવુક પણ થઈ જાય છે. તેમનો સ્વભાવ થોડો જિદ્દી છે. તે બુદ્ધિશાળી હોય છે અને સ્વભાવ પણ મળતાવળો હોય છે.
રસિક હોઠ :- આવા હોઠ લાલ રંગના, સરળ અને દેખાવમાં કલાત્મક હોય છે. જે લોકો પાસે આવા હોઠ હોય છે, તેઓ દેખાવમાં સુંદર અને આકર્ષક હોય છે. તેમના સ્વભાવમાં પરિચિતતા હોય છે. તે તેમના જીવનમાં દરેક ખુશી મળવે છે. તેને તેના જીવનમાં ઘણી સિદ્ધિઓ પણ મળે છે.
લાલ હોઠ :- આ પ્રકારના હોઠ ખંતનું પ્રતીક હોય છે. જે લોકોના હોઠ આવા હોય છે,તેઓ ઝડપથી ગુસ્સે થવા વાળા અને હિંમતવાન હોય છે. જેમના હોઠનો રંગ લાલ હોય છે તેઓ સ્વભાવે તામસી હોય છે. જો કે તેઓ પોતાના કામ પ્રત્યે ઈમાનદાર હોય છે. આ લોકો કામ સરળતાથી પણ કરે છે, જે બીજા માટે મુશ્કેલ છે. તેઓ તેમના કામ વિશે પ્રમાણિક હોય છે.
ગુલાબી હોઠ :- ગુલાબી હોઠવાળા લોકો કુશળ, સારી વિચારણાવાળા અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય છે અને પ્રમાણિક પણ હોય છે. આવા લોકો કોઈ પણ વ્યક્તિને એક મુલાકાતમાં સારો મિત્ર બનાવી લે છે. તેઓ મિત્રતા જાળવવામાં વિશ્વાસ રાખે છે. તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની અચત હોતી નથી. આવા હોઠ ઘણીવાર સ્ત્રીઓના હોય છે.
ઉભરેલા હોઠ :- જે લોકો હોઠ ઉભરેલા હોય છે, તે સામાન્ય રીતે માંસાહારી હોય છે અને તે નાની બુદ્ધિ વાળા હોય છે.તેઓ પોતાને બહાદુર બતાવે છે, પરંતુ અંદર બીકણ (ડરપોક) હોય છે. તે જીવનના તમામ સુખ પણ સારી રીતે ભોગવે છે.
Leave a Reply