Categories: આરોગ્ય

જાણો હેડકી આવવાના મુખ્ય કારણો અને અટકાવવા માટે તેના ઉપાય વિશે

દરેક લોકોને હેડકી નો ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ થાય જ છે. જ્યારે પણ કોઇને હેડકી આવે તો એ એમ કહે કે કોઇ મને યાદ કરે છે. અમે તમને જણાવી દઇએ કે કોઇના યાદ કરવાથી હેડકી નથી આવતી. આ એક વાયુવિકાર પ્રકાર નો રોગ કહી શકાય.ઘણી વાર સામાન્ય હેડકી અમુક વાર આવે અને તે જાતે જ થોડા સમયમાં પાણી પી લઇએ એટલે બંધ થઇ જતી હોય છે.

પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે હેડકી લાંબા સમય સુધી ચાલુ રહીને તકલીફ આપતી હોય છે. ત્યારે કોઈ ઉકેલ આવતો નથી.આજના આર્ટીકલ ના માધ્યથી અમે તમને હેડકી આવવાનુ કારણ તેમજ તેનો ઇલાજ વિશે વિસ્તારપુર્વક જણાવશુ, તો ચાલો જાણી લઇએ હેડકી આવવાના કારણો અને તેના ઉપાય વિશે.

હેડકી આવવાના મુખ્ય કારણો :- જ્યારે છાતી અને પેટની વચ્ચેની માંસપેશિઓ સંકોચાઇ જાય તો આપના ફેફસા તાજી હવા ખેંચવાનો પ્રયાસ વધારી છે અને આપણને શ્વાસ લેવામા થોડી તકલિફ થાય છે જેથી પેટની હવા મોઢે થી હેડકી ના રુપે બહાર આવે છે. આવી પરેશાની નિચેના કારણો થી થાય છે.

ઉતાવળ મા કરેલુ ભોજન, ધુમ્રપાન ને કારણે, પેટમા થયેલા ગેસને લિધે, એસિડીટી, વધુ પડતી દારુના સેવનના કારણે, પેટ કે આંતરડાની બિમારી, અમુક દવાઓની એલર્જી.. નાના બાળકો મા વધુ પડતુ રોવાથી કે તાવ આવવાથી પણ હેડકીની સમસ્યા ઉદભવે છે. ક્યારેક વધુ પડતુ દુધ પી લેવાથી પણ હેડકી આવી શકે છે

હેડકી અટકાવવા માટે અસરકારક ઉપાયો :- જીભને રુમાલથી પકડીને ત્રણેક વાર ખેંચવી. પાંચ એલચી ને છાલ સાથે પીસીને બે ગ્લાસ પાણીમા ઉકાળી લેવી પછી તેને ગાળીને તે પાણી પીવુ. છિંક આવવાથી હેડકી બંધ થઈ જાય છે, તો કોઇપણ રીતે છીંકવાની કોશિશ કરવી.

તાજા આદુ ના નાના ટુકડાઓ કરીને તેને ચુસવા થી વારેવારે આવતી હેડકી મા આરામ મળે છે. ઠંડાપાણી થી નહાવાથી હિંચકી જતી રહે છે. તજનો ટુકડો મોઢામા મુકીને ચુસવાથી પણ હેડકી જતી રહે છે. ખાંડ ખાવાથી હેડકી માં આરામ મળે છે.

લાંબા શ્વાસ લેવાથી હેડકી આવતી અટકી જાય છે. ઉપર અમે તમને પરંપરાગત તથ્યો જણાવ્યા છે, જો વધુ પડતી હેડકી આવે તો નજીકના ડોક્ટર નો સંપર્ક જરૂર કરવો જોઈએ.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

10 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

10 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

10 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

10 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

10 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

10 months ago