જ્યોતિષની માન્યતા અનુસાર હથેળીના રંગ પરથી જાણો વ્યક્તિના સ્વભાવ અને ખૂબીઓ વિશે…

દરેક વ્યક્તિના શરીરની ત્વચાનો તથા શરીરના વિવિધ અંગોનાં રંગ અલગ-અલગ હોય છે.સામાન્ય રીતે માણસની હથેળી જોઈએ તો લાલ રંગની દેખાય છે. ક્યારેક-ક્યારેક સફેદ તો ક્યારેક ગુલાબી જેવી દેખાય છે.હાથની રેખાઓથી જિંદગીના અનેક પહેલુઓ વિશે અંદાજો લગાવી શકાય છે.

દરેક ગ્રહ અને ગ્રહની રેખાઓ હથેળીઓમાં જ હોય છે. આ સાથે જ હથેળીઓના રંગ પરથી સ્વભાવ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ વિશે પણ સરળતાથી જાણકારી મળી શકે છે.તમને જાણીને નવાઈ લાગશે કે હાથની રેખાઓ અને હથેળીનો રંગ સમય ની સાથે સાથે બદલાયા કરે છે. આજે અમે તમને આ લેખ દ્વારા તમારી હથેળીના રંગ પરથી તમારા ભાગ્ય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ વ્યક્તિના સ્વભાવ વિશે..

જ્યોતિષની માન્યતા અનુસાર આપણા હાથની રેખાઓ શુક્લ પક્ષમાં જોવામાં આવે છે જે રીતે શુક્લ પક્ષમાં ચંદ્ર નો આકાર વધે છે એવી રીતે હાથની રેખાઓ પણ વધે છે જે રીતે કૃષ્ણ પક્ષ માં ચંદ્ર નો આકાર ઘટે છે એ જ રીતે આપણા હાથની રેખાઓ પણ નાની થતી જાય છે. આજે અમે જણાવીશું કેવી રીતે તમારા હાથની હથેળીઓ નો રંગ તમારા ભાગ્ય વિશે જણાવે છે એ વિશે.

લાલ રંગની હથેળી: લાલ રંગ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે જે વ્યક્તિઓની હથેળી લાલ રંગની હોય છે તેઓ ખુબજ ધનવાન અને સૌભાગ્ય શાળી હોય છે. તે ઉપરાંત આવા વ્યક્તિઓ ની પ્રશંસા શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. આવા વ્યક્તિઓ ની સાથે બધું જ સારું થાય છે. તેમનો સ્વભાવ ગરમ પણ હોઈ શકે છે અને તેઓ નરમ દિલના પણ હોય છે. આમ જ્યોતિષ માં જણાવ્યા અનુસાર હાથની હથેળી પરથી પણ વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વભાવ વિશે જાણકારી મેળવી શકાય છે.

સફેદ રંગની હથેળી: સફેદ રંગ શાંતિનો રંગ માનવામાં આવે છે જે વ્યક્તિઓ ની હથેળી સફેદહોય છે, તેમનો સ્વભાવ આધ્યાત્મિક હોય છે આ વ્યક્તિઓ ને વધારે ધાર્મિક કાર્યોમાં રસ હોય છે. આ લોકો ધર્મ પર વધારે વિશ્વાસ કરે છે. તેની સાથે સાથે આવા વ્યક્તિ શાંતિ પ્રિય માનવામાં આવે છે. આવા લોકો ને મોટાભાગે એકલું અને એકાંતમાં રહેવાનું વધારે પસંદ આવે છે. તેમન જીવનમાં ખુશી આવે કે ગમ બંને સમય માં તેમનો સ્વભાવ એક જેવોજ રહે છે.

કાળા અને નીલા રંગની હથેળી: સામાન્ય રીતે કાળો રંગ અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે જે વ્યક્તિઓ ની હથેળી નો રંગ કાળો અથવા નીલો હોય છે તે પણ શુભ નથી માનવામાં આવતો. શાસ્ત્રો અનુસાર આ પ્રકારની હથેળી નો રંગ અશુભ માનવામ આઅવે છે. આ પ્રકારના વ્યક્તિ ખરાબ સ્વભાવના હોય છે. અને તેમણે પોતાના જીવનમાં ક્યારેય પણ સફળતા પ્રાપ્ત નથી થતી.

ગુલાબી રંગ ની હથેળી: ઘણા ગોરા લોકોની હથેળી ગુલાબી રંગની હોય છે, એવા વ્યક્તિઓને પોતાના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નો સામનો નથી કરવો પડતો. તે ઉપરાંત આ પ્રકારના વ્યક્તિઓ પરિવર્તનશીલ માનવામાં આવે છે. તેમણે પોતાના જીવનમાં પરિવર્તન ખુબજ પસંદ હોય છે. તેમનો આ સ્વભાવ લોકોને ખુબજ પસંદ આવે છે. આ વ્યક્તિઓ ક્ષમા શીલ અને સોમ્ય માનવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *