હિન્દુ ધર્મમાં આ 2 વસ્તુઓ વગર ઘર પ્રવેશની પૂજા અધૂરી માનવામાં આવે છે

પૂજાથી ઘરનું વાસ્તુ બરાબર રહે છે અને ઘરમાં રહેતા લોકોનું જીવન ખુશીથી ભરાય જાય છે. ઘર પ્રવેશની પૂજા કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને આ પૂજા દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર પંચસુલક અને સ્વસ્તિક પણ જરૂર બનાવવામાં આવે છે.હિન્દુ ધર્મમાં, પંચસુલક અને સ્વસ્તિકને અત્યંત શુભ માનવામાં આવે છે

અને તેમના વિના ઘર પ્રવેશની પૂજા અધૂરી માનવામાં આવે છે. બહુ ઓછા લોકો ને પંચસુલક અને સ્વસ્તિક શું હોય છે, તેની જાણકારી હોય છે.ખરેખર આ બંને ચીજો મંગળ હોય છે અને આ બંને ચીજો ને ઘરના મુખ્ય દરવાજા પર બનાવવા થી ઘરમાં બરકત બની રહે છે. ખરાબ શક્તિઓ ઘરથી દૂર રહે છે.

પંચસુલકને ખુલ્લી હથેળીની છાપ કહેવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.જ્યારે પણ ઘર પ્રવેશ, જન્મ સમારોહ, તીજ-તહેવાર અને લગ્ન જેવા કાર્યો કરવામાં આવે છે તો સૌથી પહેલાં પંચસુલક બનાવવામાં આવે છે. તે જ સમયે જ્યારે નવી કન્યા ઘરમાં પ્રવેશ કરે છે, ઘરના મુખ્ય દરવાજા પર તેની છાપ લાગવાથી ઘરના લોકો ના ભાગ્ય ચમકે છે.

તે રીતે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર નિશાન સ્વસ્તિક ચિહ્ન બનાવવામાં આવે છે. આ નિશાની બનાવવાથી ઘરમાં લક્ષ્મીની કોઈ તંગી નથી આવતી અને માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે.

સ્વસ્તિક: સ્વસ્તિક બનાવવા માટે તમે હળદર અને કુંમકુમનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ ને મિક્ષ કરી ને એક પેસ્ટ તૈયાર કરી લો આ પેસ્ટ ની મદદથી ઘર ના મુખ્ય દરવાજા અને મંદિરની દિવાલ પર સ્વસ્તિક નું ચિન્હ બનાવી લેવું.. તમે સ્વસ્તિક ની નિશાની લક્ષ્મી પૂજા કરતી વખતે પણ ચોક્કસપણે બનાવી શકો છો..

ફાયદા

  • ઘરમાં પૈસાની અછત રહેતી નથી.
  • ધંધો સારી રીતે ચાલે છે
  • મંગળ કાર્ય કરતા પહેલા જો સ્વસ્તિકની નિશાની બનાવવામાં આવે તો કાર્ય સારી રીતે પૂર્ણ થાય છે.
  • સ્વસ્તિક અને પંચસુલક શું છે અને આના ફાયદાઓ જાણ્યા પછી  તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પર બનાવવું જોઈએ.

પંચસુલક : પંચસુલક ને હળદર અથવા કુમકુમમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે એક મોટા વાસણમાં હળદર અથવા કુમકુમ નું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ પછી આ મિશ્રણ હાથમાં મૂકવામાં આવે છે અને હાથ પર તે સારી રીતે લાગી જાય છે. અને પછી આ હાથ દિવાલ પર છાપવામાં આવે છે. તમે તેને તમારા ઘરના મુખ્ય દરવાજા અને મંદિરની દિવાલ પર પણ છાપી શકો છો.

ફાયદા

  • ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.
  • ઘરના લોકોને દરેક કાર્યમાં સફળતા મળે છે.
  • ઘરમાં કોઈ કંકાશ નથી રહતો.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *